કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં રમાશે, થઇ સત્તાવાર જાહેરાત

Ahmedabad Commonwealth Games 2030 : ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને મળી છે. બીજી વખત ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ પહેલા 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું

Written by Ashish Goyal
Updated : November 26, 2025 18:52 IST
કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં રમાશે, થઇ સત્તાવાર જાહેરાત
Ahmedabad Commonwealth Games 2030 : કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને મળી છે (તસવીર - સોશિયલ મીડિયા)

Ahmedabad Commonwealth Games 2030 : ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને મળી છે. એટલે કે 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે. અમદાવાદને તેના વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક પ્રેક્ટિસ સુવિધાઓ અને રમતગમત સંસ્કૃતિને કારણે એક આદર્શ યજમાન બનશે. બીજી વખત ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ પહેલા 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે યોજાય છે

કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. ભારત 1934 થી બ્રિટિશ ઈન્ડિયા એસોસિએશન હેઠળ આ રમતોમાં ભાગ લઈ રહ્યું છે. પરંતુ આઝાદે ભારતે પ્રથમ વાર 1954 માં આ રમતોમાં ભાગ લીધો હતો. ભારતે 1962 અને 1986 ના કોમનવેલ્થ ગેમ્સ સિવાય બધી સિઝનોમાં ભાગ લીધો છે.

કોમનવેલ્થ ગેમ્સમાં 56 સદસ્ય દેશ

કોમનવેલ્થ ગેમ્સમાં 56 સદસ્ય દેશ છે. જોકે હાલમાં 72 ટીમો ભાગ લે છે કારણ કે ઘણા આશ્રિત પ્રદેશો તેમના પોતાના ધ્વજ હેઠળ સ્પર્ધા કરે છે. યુનાઇટેડ કિંગડમના ચાર ગૃહ રાષ્ટ્રો (ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ) પણ અલગ ટીમો મોકલે છે.

આ પણ વાંચો – ગુજરાતના ઉર્વિલ પટેલે 31 બોલમાં સદી ફટકારી, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત સતત પોતાનું પ્રદર્શન સુધારી રહ્યું છે. 2002થી ભારતે આ રમતોમાં ટોચના પાંચ દેશોમાં સતત પોતાનું સ્થાન મેળવ્યું છે. 2010 ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 101 મેડલ સાથે અત્યાર સુધીનું શ્રેષ્ઠ બીજું સ્થાન પણ મેળવ્યું હતું. ભારતે છેલ્લે 2022માં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. જેમાં ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે 61 મેડલ જીત્યા અને મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 564 મેડલ જીત્યા છે. જેમાં 203 ગોલ્ડ, 190 સિલ્વર અને 171 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ