અજિત અગરકરની અગ્નિપરીક્ષા : 90 દિવસમાં એશિયા કપ અને વર્લ્ડ કપ, આ 6 ખેલાડીઓનો વિકલ્પ પણ શોધવો પડશે

Ajit Agarkar : અજિત અગરકરનો મુખ્ય પસંદગીકાર તરીકેનો માર્ગ આસાન રહેવાનો નથી. તેમની સામે સૌથી મોટો પડકાર એશિયા કપ અને ભારતમાં રમાનારો વન-ડે વર્લ્ડકપ છે

Written by Ashish Goyal
July 05, 2023 15:00 IST
અજિત અગરકરની અગ્નિપરીક્ષા : 90 દિવસમાં એશિયા કપ અને વર્લ્ડ કપ, આ 6 ખેલાડીઓનો વિકલ્પ પણ શોધવો પડશે
ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર તરીકે ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજિત અગરકરની મંગળવારે નિયુક્તિ કરવામાં આવી (File)

team india chief selector ajit agarkar : ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર તરીકે ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજિત અગરકરની મંગળવારે નિયુક્તિ કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશન બાદ ચીફ સિલેક્ટરના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતુ. અગરકર મુખ્ય પસંદગીકાર બન્યા બાદ પસંદગી સમિતિ વેસ્ટ ઇન્ડીઝ સામેની 5 મેચની ટી-20 મેચોની શ્રેણી માટે સૌ પ્રથમ ટીમની પસંદગી કરશે.

મુંબઈના આ ભૂતપૂર્વ ક્રિકેટરનો મુખ્ય પસંદગીકાર તરીકેનો માર્ગ આસાન રહેવાનો નથી. તેમની સામે સૌથી મોટો પડકાર એશિયા કપ અને ભારતમાં રમાનારો વન-ડે વર્લ્ડકપ છે. બંને ટૂર્નામેન્ટ 90 દિવસની અંદર યોજાવાની છે. બીજો પડકાર વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા છ ખેલાડીઓનું રિપ્લેસમેન્ટ શોધવાનો રહેશે.

એશિયા કપ અને વર્લ્ડ કપ ચેલેન્જ

અજિ અગરકર માટે એશિયા કપ અને વર્લ્ડ કપ મોટો પડકાર બની રહેશે કારણ કે મલ્ટી નેશન ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન છેલ્લા કેટલાક વર્ષોથી ખુબ જ કંગાળ રહ્યું છે. દ્વિપક્ષીય શ્રેણીમાં ટીમ વિદેશમાં પણ સારો દેખાવ કરે છે પણ મલ્ટી નેશન ટૂર્નામેન્ટ જીત્યાને ઘણો સમય થઈ ગયો છે. વર્ષ 2021માં ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી ફાઇનલ) ની ફાઇનલમાં હારી ગઈ હતી. ત્યારબાદ ટી-20 વર્લ્ડકપમાં પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 2022માં ટીમ એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ હારી ગઈ હતી. 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પરાજય થયો હતો.

આ પણ વાંચો – અજિત અગરકર ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર, બીસીસીઆઈએ કરી જાહેરાત

એશિયા કપ બતાવશે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા કેટલી તૈયાર

વર્લ્ડ કપ પહેલા એશિયા કપનું આયોજન થવાનું છે. આ ટૂર્નામેન્ટ વન ડેના ફોર્મેટમાં રમાવાની છે. જેના કારણે ટીમ ઈન્ડિયાનું પર્ફોમન્સ બતાવશે કે તેના યજમાનપદ હેઠળ રમાનારા વર્લ્ડ કપ માટે તે કેટલી તૈયાર છે. ટૂર્નામેન્ટમાં રમનારી ટીમ વર્લ્ડ કપમાં પણ રમશે. પરિવર્તન માટે ખૂબ જ ઓછો સમય રહેશે. આવી સ્થિતિમાં અગરકરનો રોલ ખૂબ જ મહત્ત્વનો બની રહેશે. ટીમ ઈન્ડિયાએ 10 વર્ષથી આઇસીસીની ટ્રોફી જીતી નથી. ટીમને વર્લ્ડ કપ જીત્યાને 12 વર્ષ થયા છે. 2011માં ભારતની યજમાનીમાં ટીમ છેલ્લી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આવી સ્થિતિમાં આ દુકાળને સમાપ્ત કરવાની આનાથી વધુ સારી તક કોઈ નહીં હોય.

કોહલી, રોહિત અને અશ્વિન જેવા ખેલાડીઓનો વિકલ્પ તૈયાર કરવો પડશે

ટેસ્ટ ટીમની વાત કરીએ તો વિરાટ કોહલી, રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓ 35 વર્ષથી વધુ કે તેની આસપાસ છે. પસંદગીકાર તરીકે અગરકરે તેમનું રિપ્લેસમેન્ટ શોધવું પડશે. જો એવું નહીં થાય તો ટીમ મુશ્કેલીમાં મુકાઈ જશે. આ ઉપરાંત રિષભ પંત માર્ગ અકસ્માતનો ભોગ બન્યા બાદ ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં વિકેટકિપરની કમી સામે ઝઝૂમી રહી છે. ટીમ હાલમાં કે.એસ. ભરત અને ઇશાન કિશનને રિપ્લેસમેન્ટ તરીકે જોઈ રહી છે. ભરતને તક મળી છે પણ કંઇ ખાસ પ્રદર્શમ કર્યું નથી. કિશનને હજુ સુધી તક મળી નથી.

ખેલાડીઓને ઈજા પણ એક પડકાર

ટીમ ઇન્ડિયા માટે અત્યારે સૌથી મોટી સમસ્યા ખેલાડીઓની ઇજાની છે. ખાસ કરીને ફાસ્ટ બોલરોને લઇને. જસપ્રીત બુમરાહ લાંબા સમયથી મેદાનથી દૂર છે. દીપક ચાહર અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા બોલરોને પણ ઈજાની સમસ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ શમી પણ આ વર્ષે 33 વર્ષનો થઇ જશે. ઉમેશ યાદવની ઉંમર પણ 35 વર્ષની છે. આવામાં અગરકરે કેટલાક યુવા ફાસ્ટ બોલરોને શોધવા પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ