Aman Sehrawat Disqualified In World Wrestling Championship : વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલી ભારતીય કુસ્તી ટીમને રવિવારે મોટો ઝટકો લાગ્યો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા અમન શેરાવતને ઝાગ્રેબમાં ચાલી રહેલી સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ગત વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અમન નું વજન પ્રિ મેન્સ ફ્રીસ્ટાઈલ 57 કિગ્રા સ્પર્ધા પહેલા વજન 1.7 કિગ્રા વજન વધારે હોવાનું જણાયું હતુ.
તમને જણાવી દઇયે કે, પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ મેચ પહેલા મહિલાઓની 50 કિગ્રા કેટેગરીમાં વધુ વજન હોવાને કારણે સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યારે વિનેશ ફોગાટનું વજન 50 કિલોગ્રામથી થોડુંક જ વધારે હતું. આ હ્રદયસ્પર્શી સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવ્યા બાદ ભારતીય ખેલાડી (અમન સેહરાવત)ના ઓવરવેઈટનો આ પહેલો કિસ્સો છે.
ભારતીય ટુકડીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ અને આશ્ચર્યજનક છે કે અમન પોતાનું વજન કાબૂમાં ન રાખી શક્યા. જ્યારે તે વજન માપવા માટે ઉભા થયા, ત્યારે તેનું વજન 1700 ગ્રામ વધુ હતું. આ સ્વીકાર્ય નથી. તેમને વજન આટલું કેવી રીતે વધી ગયું તે આપણી સમજની બહાર છે. ’
તેઓ 25 ઓગસ્ટથી ઝાગ્રેબમાં છે
અમન 25 ઓગસ્ટે અન્ય ભારતીય કુસ્તીબાજોની સાથે કન્ડિશનિંગ કેમ્પમાં ભાગ લેવા માટે ક્રોએશિયાના ઝાગ્રેબ પહોંચ્યો હતા અને તેની પાસે વજન ઘટાડવા માટે પૂરતો સમય હતો. પ્રસિદ્ધ છત્રસાલ સ્ટેડિયમમાં તાલીમ લેનાર 22 વર્ષીય અમન ભારતીયો રમતવીરોમાં મેડલ જીતનાર પ્રબળ દાવેદારો પૈકીના એક હતા.
પેરિસામાં એક રાતમાં 4.5 કિલો વજન ઘટાડ્યું હતું
પેરિસ ઓલિમ્પિકમાં અમન સેહરાવત માટે મેડલનો રસ્તો સરળ ન હતો. વિનેશ ફોગાટની જેમ અમનને પણ ગેરલાયક ઠેરવવામાં આવવાનો ખતરો હતો. ખરેખર, જ્યારે અમને પેરિસ ઓલિમ્પિકમાં 3 મેચ બાદ પોતાનું વજન માપ્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે તેનું વજન તેના વજન વર્ગના ધોરણ કરતાં 4.5 કિગ્રા વધારે હતું. અમન પાસે વજન ઘટાડવા માટે એક રાતનો જ સમય હતો.
વિનેશ ફોગાટની જેમ અમન સેહરાવતને પણ ડર હતો કે, તે બ્રોન્ઝ મેડલ મેચ રમવાની તક ગુમાવી દેશે. આ પછી અમન અને તેની ટીમે સખત મહેનત કરી હતી અને સવારે ચાર વાગ્યા સુધીમાં ભારતીય કુસ્તીબાજનું વજન નિર્ધારિત ધોરણ (4.5 કિગ્રા વજન ઘટાડવામાં આવ્યું હતું) પર આવી ગયું હતુ.





