Anant Ambani Radhika Merchant Pre Wedding : મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં ચાલી રહી છે. આ પ્રી-વેડિંગ ઇવેન્ટમાં ઘણા સ્ટાર ક્રિકેટરો પણ ઉપસ્થિત રહ્યા છે. મહેમાનોની યાદીમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પણ સામેલ છે. આ ઇવેન્ટમાં ધોનીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી પાસેથી દાંડિયા શીખતો જોવા મળી રહ્યો છે.
આકાશ અંબાણીએ ધોનીને દાંડિયા રમતા શીખવાડ્યા
અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમનીની ઉજવણી જામનગર શહેર નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નજીક આવેલી એક રહેણાંક ટાઉનશિપમાં થઇ રહી છે. રવિવારે દેસી ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં દાંડિયાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઝારખંડમાં રહેતા ધોનીને દાંડિયા રમતાં આવડતું ન હતું. આવી સ્થિતિમાં મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ તેમને દાંડિયા રમતા શીખવ્યું હતું. ધોની પણ તેનો આનંદ માણતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો – શાહરૂખ ખાને અનંત રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં જય શ્રી રામ સાથે મહેમાનોનું સ્વાગત કર્યું
બ્રાવો પણ દેશી લુકમાં દેખાયો
આકાશ અંબાણીના ગયા બાદ બ્રાવોએ ધોની સાથે દાંડિયા રમ્યા હતા. પ્રશસંકોને ધોનીનો ગુજરાતી અવતાર ખૂબ પસંદ આવ્યો હતો. ધોનીની સાથે આ સેરેમનીમાં ડ્વેન બ્રાવો પણ ઉપસ્થિત રહ્યો હતો. પીળા રંગના કુર્તામાં બ્રાવો દેશી લુકમાં જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં અનેક સેલિબ્રિટીઓ પહોંચી
આ કાર્યક્રમમાં અનેક સેલિબ્રિટીઓ જામનગર પહોંચી છે. મેટાના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ તેમની પત્ની પ્રિસિલા ચાન સાથે હાજર રહ્યા હતા. આ સિવાય માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા, બિઝનેસમેન ગૌતમ અદાણી, નંદન નીલેકણી અને અદાર પૂનાવાલા, ક્રિકેટર સચિન તેંડુલકર, એમએસ ધોની, રોહિત શર્મા, આધ્યાત્મિક નેતા સદગુરુ જગ્ગી વાસુદેવ, અમિતાભ બચ્ચન, રજનીકાંત, આમિર ખાન, કરણ જોહર, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, અનિલ કપૂર અને માધુરી દીક્ષિત પણ હાજર રહ્યા હતા.





