Apollo Tyres new sponsor for Indian cricket team : એપોલો ટાયર્સ હવે સત્તાવાર રીતે ભારતીય ક્રિકેટ ટીમનું નવું જર્સી સ્પોન્સર બની ગયું છે. એટલે કે હવે ટીમ ઇન્ડિયાની જર્સી પર એપોલો ટાયર્સનો લોગો જોવા મળશે. થોડા દિવસો પહેલા BCCI એ Dream11 સાથેનો કરાર રદ કર્યો હતો. ત્યારબાદ નવા સ્પોન્સરની શોધ શરૂ થઈ હતી. જે હવે પુરી થઇ ગઇ છે. 16 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી બોલી પ્રક્રિયામાં એપોલો ટાયર્સે બાજી મારી છે.
અહેવાલ મુજબ ડ્રીમ11 નો ત્રણ વર્ષનો કરાર લગભગ 358 કરોડ રૂપિયા હતો, પરંતુ નવા કાયદા પછી તેનો કરાર રદ કરવો પડ્યો હતો.
એપોલો ટાયર્સ એક મેચ માટે 4.5 કરોડ રૂપિયા ચૂકવશે
એપોલો ટાયર્સ દરેક મેચ માટે BCCI ને 4.5 કરોડ રૂપિયા ચૂકવશે. આ રકમ Dream11 ના અગાઉના પ્રતિ મેચ 4 કરોડ રૂપિયા કરતા વધુ છે. BCCI અને એપોલો ટાયર્સ વચ્ચેનો આ નવો કરાર 2027 સુધી ચાલશે અને આ સમય દરમિયાન ટીમ ઇન્ડિયા લગભગ 130 મેચ રમશે.
579 કરોડ રુપિયાનો કરાર
પીટીઆઈના જણાવ્યા અનુસાર બીસીસીઆઇ અને એપોલો ટાયર વચ્ચેનો ત્રણ વર્ષનો કરાર રુપિયા 579 કરોડનો છે, જે આ જ સમયગાળા માટે ડ્રીમ-11 સાથે કરાયેલ રુપિયા 358 કરોડના કરાર કરતાં રુપિયા 221 કરોડ વધુ છે. એપોલો ટાયર્સ એ એક મલ્ટિનેશન કંપની છે જેનું મુખ્ય મથક ગુરુગ્રામમાં છે. ટાયર ઉત્પાદક કંપની ભારત અને યુરોપ સહિત વિદેશમાં ટાયરનું ઉત્પાદન પણ કરે છે.
આ પણ વાંચો – એશિયા કપ જીતવા પર ACC ચીફ મોહસિન નકવી પાસેથી ટ્રોફી નહીં લે ટીમ ઇન્ડિયા?
BCCI આ વખતે ખૂબ જ સર્તકર્તા રાખી હતી અને ઘણી ઇન્ડસ્ટ્રીને ટેન્ડર પ્રક્રિયાથી દૂર રાખ્યા હતા. BCCI એ જર્સી સ્પોન્સર માટે બિડિંગ માટે નિયમો જાહેર કર્યા હતા. આ મુજબ, ગેમિંગ, સટ્ટાબાજી, ક્રિપ્ટો અને તમાકુ કંપનીઓ બોલી લગાવી શકી નહીં. આ ઉપરાંત, કેટલીક અન્ય કંપનીઓને પણ બાકાત રાખવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે એપોલો ટાયર્સ પહેલા Dream11, બાયજુ, ઓપ્પો, સ્ટાર ઇન્ડિયા અને સહારાએ BCCI સાથે કરાર કર્યો હતો.





