IND vs SA : સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સાથે તે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં ભારતનો બીજા ક્રમનો ખેલાડી બની ગયો છે. તેણે જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દીધા છે. ચહલને ઓવરટેક કરવા માટે તેને 5 વિકેટની જરૂર છે.
બોલિંગના આંકડાની વાત કરીએ તો અર્શદીપ સિંહનું પ્રદર્શન ચહલ, ભુવનેશ્વર અને બુમરાહ કરતા સારુ છે. અર્શદીપ સિંહે 2022માં ટી-20 માં પ્રવેશ કર્યો હતો. તે માત્ર 59 મેચ રમ્યો છે. તેનો સ્ટ્રાઇક રેટ ત્રણેય બોલરો કરતા ઘણો સારો છે. જોકે એવરેજના મામલે તે જસપ્રીત બુમરાહથી પાછળ છે. ઇકોનોમી તેની સૌથી ખરાબ છે.
અર્શદીપ સિંહે માત્ર 59 ઈનિંગમાં 92 વિકેટ ઝડપી
અર્શદીપ સિંહે 59 મેચની 59 ઈનિંગ્સમાં 92 વિકેટ ઝડપી છે. ચહલે 80 મેચની 79 ઇનિંગ્સમાં 96 વિકેટ ઝડપી છે. ભુવનેશ્વરે 87 મેચની 86 ઇનિંગ્સમાં 90 વિકેટ ઝડપી છે. જસપ્રીત બુમરાહે 70 મેચની 69 ઇનિંગ્સમાં 89 વિકેટ ઝડપી છે. હાર્દિક પંડ્યાએ 108 મેચની 96 ઇનિંગ્સમાં 88 વિકેટ ઝડપી છે. અર્શદીપે બોલ પણ ઓછા ફેંક્યા છે. તેણે માત્ર 1222 બોલ નાંખ્યા છે.
આ પણ વાંચો – ચહલથી લઇને વોશિંગ્ટન સુંદર સુધી, આ 7 સ્પિનર્સ પર ફ્રેન્ચાઇઝી ખર્ચી શકે છે કરોડો રૂપિયા
આંતરરાષ્ટ્રીય ટી-20માં ભારત તરફથી સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલરો
પ્લેયર વર્ષ મેચ ઇનિંગ્સ બોલ ઓવર મેડન રન આપ્યા વિકેટ ઇનિંગ્સ શ્રેષ્ઠ બોલિંગ એવરેજ ઇકોનોમી સ્ટ્રાઇક રેટ એક ઈનિંગમાં 4 વિકેટ એક ઈનિંગમાં 5 વિકેટ યુઝવેન્દ્ર ચહલ 2016-2023 80 79 1764 294 2 2409 96 6/25 25.09 8.19 18.37 2 1 અર્શદીપ સિંહ 2022-2024 59 59 1222 203.4 2 1700 92 4/9 18.47 8.34 13.28 2 – ભુવનેશ્વર કુમાર 2012-2022 87 86 1791 298.3 10 2079 90 5/4 23.1 6.96 19.9 3 2 જસપ્રીત બુમરાહ 2016-2024 70 69 1509 251.3 12 1579 89 3/7 17.74 6.27 16.95 – – હાર્દિક પંડ્યા 2016-2024 108 96 1721 286.5 3 2362 88 4/16 26.84 8.23 19.55 3





