scorecardresearch

એશિયા કપ 2023 : ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં, સપ્ટેમ્બરમાં રમાશે ટૂર્નામેન્ટ, જય શાહે કરી પૃષ્ટી

Asia Cup 2023 Cricket Schedule : વન-ડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને આ મલ્ટી નેશન ટૂર્નામેન્ટનું આયોજન 50 ઓવરના ફોર્મેટમાં કરાશે, એશિયા કપ 2023માં કુલ 13 મેચ થશે

એશિયા કપ 2023 (Asia Cup 2023) સપ્ટેમ્બરમાં યોજાશે. જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે (તસવીર - ટ્વિટર)
એશિયા કપ 2023 (Asia Cup 2023) સપ્ટેમ્બરમાં યોજાશે. જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે (તસવીર – ટ્વિટર)

Asia Cup 2023-24 Calendar : એશિયન ક્રિકેટ કાઉન્સિલે ગુરુવારે 2023-24 માટે ક્રિકેટ કેલેન્ડર જાહેર કરી દીધું છે. કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે (Jay Shah) આ કાર્યક્રમ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. તેમણે એ પણ પૃષ્ટી કરી કે એશિયા કપ 2023 (Asia Cup 2023) સપ્ટેમ્બરમાં યોજાશે. જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. વન-ડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને આ મલ્ટી નેશન ટૂર્નામેન્ટનું આયોજન 50 ઓવરના ફોર્મેટમાં કરાશે. ગત વર્ષે આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાઇ હતી. તેનું કારણ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ હતો.

હજુ એ જાણકારી સામે આવી નથી કે મેન્સ એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં થશે કે નહીં. બીસીસીઆઈના સચિવ જય શાહે થોડાક મહિના પહેલા કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન રમવા માટે આવશે નહીં અને આ મલ્ટી નેશન ટ્રોફીનું આયોજન ન્યૂટ્ર્લ વેન્યૂ પર થશે.

એશિયા કપ 2023માં કુલ 13 મેચ થશે

જય શાહના ટ્વિટ પ્રમાણે સપ્ટેમ્બરમાં યોજાનાર વન-ડે એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લેશે. જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. એક ગ્રુપમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર-1 છે. જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. લીગ સ્ટેજમાં કુલ 6 મેચ રમાશે. લીગ સ્ટેજથી એક ગ્રુપમાંથી બે ટીમ આગળના રાઉન્ડમાં પહોંચશે. પછી રાઉન્ડ રોબિન ફોર્મેટમાં સુપર-4 થશે. આ દરમિયાન 4 ટીમો વચ્ચે કુલ 6 મેચ રમાશે. પછી ફાઇનલ રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે.

આ પણ વાંચો – શું છે યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેન? ભારતીય ક્રિકેટર્સના ફિટનેસ ચેક કરવા માટે બીસીસીઆઈએ કર્યા છે ફરજિયાત

ગત વર્ષે શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું

એશિયા કપ 2022માં યૂએઈમાં રમાયો હતો. આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાઇ હતી. પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. ભારત સુપર-4માં શ્રીલંકા અને પાકિસ્તાન સામે હારીને બહાર થઇ ગયું હતું.

Web Title: Asia cup 2023 cricket schedule india and pakistan in same group jay shah confirms

Best of Express