Asia Cup 2023 Final IND vs SL: એશિયા કપ ફાઇનલ મેચમાં ભારત શ્રીલંકા ટકરાશે, કોણ છે વધુ બળવાન જાણો રેકોર્ડ

Asia Cup Final 2023 IND vs SL: એશિયા કપ 2023 ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ભારત શ્રીલંકાને હરાવીને જ્યારે શ્રીલંકા પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ્યું છે. એશિયા કપ માટે બંને ટીમો પ્રબળ દાવેદાર છે. ભારત પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ખેલાડી છે તો સામે શ્રીલંકા પાસે મેન્ડિસ અને વેલાલેજ જેવા યુવા બોલર્સ છે. આવો જાણીએ ભારત શ્રીલંકા હેડ ટુ હેડ રેકોર્ડ

Written by Haresh Suthar
September 15, 2023 14:21 IST
Asia Cup 2023 Final IND vs SL: એશિયા કપ ફાઇનલ મેચમાં ભારત શ્રીલંકા ટકરાશે, કોણ છે વધુ બળવાન જાણો રેકોર્ડ
Asia Cup 2023 Final Match: એશિયા કપ ફાઇનલ મેચ ભારત શ્રીલંકા વચ્ચે 17 સપ્ટેમ્બરે રમાશે. (તસ્વીર - એસીસી)

Asia cup 2023 Final IND vs SL: એશિયા કપ 2023 ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. એશિયા કપની ફાઇનલ મેચ ભારે રોમાંચક બની રહે એવી પ્રબળ શક્યતાઓ છે. એશિયાની બે બળવાન ટીમ ભારત અને શ્રીલંકા ફાઇનલમાં ટકરાવાના છે. 17 સપ્ટેમ્બરને રવિવારે બપોરે ભારત વિ શ્રીલંકા ફાઇનલ મેચ કોલંબો ખાતે રમાશે. શ્રીલંકા માટે 12 મી ફાઇનલ મેચ હશે જ્યારે ટીમ ઇન્ડિયા માટે 11 મી ફાઇનલ મેચ રમશે.

એશિયા કપમાં ભારત 7 વખત ચેમ્પિયન

એશિયા કપ 2023 શરુઆતથી જ રોમાંચક રહ્યો છે. વરસાદ વચ્ચે પણ એશિયા કપની દરેક સુપર 4 મેચ રોમાંચક બની છે. સુપર 4 જંગમાં શ્રીલંકાને 42 રનથી હરાવી ભારત ફાઇનલમાં પહોંચ્યું છે અને ગત વખતની રનર્સ અપ ટીમ પાકિસ્તાનને ભારે રોમાંચ વચ્ચે છેલ્લા બોલે હરાવી ફાઇનલમાં પ્રવેશ્યું છે. ભારત શ્રીલંકા ફાઇનલ મેચ જોરદાર બની રહે એવી પ્રબળ શક્યતાઓ છે. બંને ટીમ ફોર્મમાં ચાલી રહી છે. બંને ટીમના ખેલાડીઓ એકબીજા પર ભારે પડે એમ છે. ભારત અત્યાર સુધી 7 વખત ચેમ્પિયન બન્યું છે તો શ્રીલંકા છ વખત ચેમ્પિયન બન્યું છે.

એશિયા કપ ફાઇનલમાં ભારત વધુ મેચ જીત્યું

એશિયા કપમાં ભારત શ્રીલંકા મેચ હેડ ટુ હેડ રેકોર્ડ જોઇએ તો બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા અને દાસુન શનાકાની આગેવાની હેઠળની શ્રીલંકા ટીમ 16મી એશિયા કપ ટ્રોફી માટે ફાઇનલ મેચમાં એકબીજા સામે ટકરાશે. બંને ટીમો ટૂર્નામેન્ટની ફાઇનલમાં આઠ વખત સામસામે આવી હતી. ભારત સામે ફાઇનલ મેચમાં શ્રીલંકા ત્રણ વખત જીત્યું છે. ભારત 5 જીત સાથે ટાઈટલ જીતવાના મામલે ઘણું આગળ છે. ભારતે છેલ્લો એશિયા કપ 2018માં રોહિત શર્માની કપ્તાનીમાં બાંગ્લાદેશને હરાવીને જીત્યો હતો.

એશિયા કપમાં ટીમ ઇન્ડિયાનો દબદબો

એશિયા કપના રેકોર્ડની વાત કરીએ તો શ્રીલંકા અને ભારત બંને સમાન અને એકબીજા પર ભારે પડે છે. એશિયા કપની અત્યાર સુધી 22 (20 ODI અને 2 T20I) મેચોમાં એકબીજાનો સામનો કરી ચુક્યા છે. શ્રીલંકાએ 11માં જીત મેળવી હતી અને ટીમ ઈન્ડિયાએ 11 મેચમાં વિજય મેળવ્યો હતો. એશિયા કપમાં ભારત શ્રીલંકા વચ્ચે પહેલી મેચ 8 એપ્રિલ 1984 માં શારજહા ખાતે રમાઇ હતી. જેમાં ભારત 10 વિકેટથી જીત્યું હતું. જ્યારે ભારત શ્રીલંકા વચ્ચે છેલ્લી લેટેસ્ટ ટક્કર સુપર 4 માં 12 સપ્ટેમ્બર 2023, કોલંબો ખાતે રમાઇ હતી જેમાં પણ ભારતનો 41 રનથી વિજય થયો હતો.

(એશિયા કપ 2023 ભારત શ્રીલંકા વચ્ચેની સુપર 4 મેચ હાઇલાઇટ્સ)

એશિયા કપ 2023 સુપર 4 મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. હવે બધાની નજર 17 સપ્ટેમ્બરે રમાનાર ફાઇનલ મેચ પર છે. ભારત અને શ્રીલંકા બંને ટીમો જીત માટે દાવેદાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ