India vs Sri Lanka Asia Cup 2023 Live Score: એશિયા કપ 2023 સુપર 4 જંગમાં સોમવારે ભારત પાકિસ્તાન મેચ રમાઇ હતી. ભારતે પાકિસ્તાનને જંગી લીડ સાથે હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી. આજે ભારત શ્રીલંકા મેચમાં શરુઆતથી જ શ્રીલંકન બોલર્સ હાવી જોવા મળ્યા. રોહિત શર્માની અર્ધ સદી બાદ કરતાં અન્ય કોઇ બેટસમેન ટકી શક્યા ન હતા અને ટીમ ઇન્ડિયા 50મી ઓવરમાં 213 રન પર ઓલઆઉટ થઇ ગઇ. વેલાલેજે 10 ઓવરમાં 40 રન પર 5 વિકેટ ઝડપી. વેલાલેજે શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાને શિકાર બનાવ્યા હતા.
ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી છે અને ભારતે શાનદાર શરુઆત કરી હતી. જોકે બાદમાં ઉપરા ઉપરી વિકેટો પડી હતી. 35મી ઓવરમાં ભારતને પાંચમો ઝટકો લાગ્યો છે. અસલંકાના બોલ પર ઇશાન કિશન શોટ મારવા જતાં 33 રનના સ્કોર પર કેચ આઉટ થયો. 36મી ઓવરમાં ભારતને છઠ્ઠો ઝટકો લાગ્યો હાર્દિક પંડ્યા વિકેટકિપરના હાથમાં કેચ આઉટ થયો. 39મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાના રૂપમાં ભારતની 7મી વિકેટ પડી.
શુભમન ગિલ 19 રન બનાવી આઉટ થયો. શુભમન ગિલ બાદ વિરાટ કોહલી પણ સસ્તામાં આઉટ થઇ ગયો. 12 બોલમાં માત્ર 3 રન બનાવી વિરાટ કેચ આઉટ થયો. વેલ્લાલાગેના બોલમાં 53 રનના સ્કોર પર રોહિત ક્લિન બોલ્ડ થયો. 30મી ઓવરમાં કેએલ રાહુલ 34 રન બનાવી આઉટ થયો છે.
અહીં નોંધનિય છે કે, ભારતે સોમવારે પાકિસ્તાનને 233 રનથી હરાવ્યું હતું. ભારતીય બેટસમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલ બંનેએ સદી ફટકારી પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. ભારતીય ઓપનર્સ રોહિત શર્મા અને શુભમન ગિલે પણ અર્ધી સદી ફટકારી હતી.
એશિયા કપ 2023 અંતર્ગત મંગળવારે સુપર 4 જંગમાં ભારત સામે શ્રીલંકા ટકરાયું છે. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી છે. પાકિસ્તાન સામેની મેચની જેમ આજની આ મેચ સામે પણ વરસાદનો ખતરો લટકી રહ્યો છે. વરસાદને કારણે પાકિસ્તાન સામેની મેચ અધ વચ્ચે સ્થગિત કરવામાં આવી હતી અને બીજા દિવસે મેચ રમાઇ હતી. જેમાં ભારતે અક્યાર સુધીની મોટી લીડ સાથે જીત મળવી હતી.





