India vs Pakistan Asia Cup 2023 Match : ભારત વિ પાકિસ્તાન ક્રિકેટ જંગ ખેલાશે. એશિયા કપ 2023 માટે ભારત વિ પાકિસ્તાન મેચ રમાશે. વિશ્વના ક્રિકેટ શોખીનોની નજર આ મેચ પર ટકી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત ખેલાડીઓ જીત માટે મક્કમ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર આ હાઇ વોલ્ટેજ મેચ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું છે આ મેચમાં ટીમ ઇન્ડિયા જીત માટે પ્રબળ દાવેદાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી પાંચ મેચમાં ટીમ ઇન્ડિયા ત્રણ વખત જ્યારે પાકિસ્તાન ટીમ માત્ર બે વખત જ જીતી છે. રવિ શાસ્ત્રીનું માનવું છે કે છેલ્લા કેટલાક મુકાબલામાં પાકિસ્તાને ભારત વિરૂધ્ધ જીતનું અંતર થોડું ઓછું જરુર કર્યું છે. પરંતુ જીત માટે ભારત પ્રબળ દાવેદાર છે.
એશિયા કપ, વર્લ્ડ કપમાં રોહિત શર્મા કરી શકે છે કમાલ
ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, 2011 વન ડે વર્લ્ડ કપ જીત્યા બાદની આ સૌથી મજબૂત ભારતીય ટીમ છે. રોહિત શર્માની સરાહના કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે તે એશિયા કપ અને વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને સફળતા અપાવી શકે છે. રવિ શાસ્ત્રીએ ઇએસપીએન ક્રિકઇન્ફો સાથે વાત કરતાં કહ્યું કે, પાકિસ્તા વિરૂધ્ધ ભારત જીતના પ્રબળ દાવેદાર તરીકે શરુઆત કરશે. ભારતીય ટીમના ખેલાડીઓનું મિશ્રણ વર્ષ 2011 વર્લ્ડ કપ બાદની આ સૌથી મજબૂત ટીમ છે. ટીમ પાસે એક એવો કેપ્ટન છે જે દરેક બાબતોને સારી રીતે સમજી શકે છે.
ભારત પાકિસ્તાન મેચ જીતનું જુનૂન
ભારત પાકિસ્તાન મેચ દરમિયાન સૌથી વધુ પ્રેશર હોવાનો ઉલ્લેખ કરતાં રવિ શાસ્ત્રી કહે છે કે, ભારત પાકિસ્તાન મેચ એક અલગ લેવલ પર જ રમાય છે. અગાઉની મેચ કરતાં હાલમાં પાકિસ્તાને જોકે જીતનું અંતર ઓછું કરી દીધું છે પરંતુ સાત આઠ વર્ષ પહેલા બંને ટીમોની તાકાતની વાત કરીએ તો એક મોટું અંતર હતું. પરંતુ પાકિસ્તાને હવે આ થોડું સીમિત કરી દીધું છે એટલે ટીમ ઇન્ડિયાએ પોતાનું બેસ્ટ આપવું પડશે.
ભારત પાકિસ્તાન મેચ હાઇ વોલ્ટેજ
ભારત પાકિસ્તાન મેચ એક એલગ લેવલ પર જ રમાય છે. આ અંગે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ભારત પાકિસ્તાન મેચ દરમિયાન એક અલગ પ્રકારનું દબાણ હોય છે. જે દરેક ખેલાડી પર અસર કરે છે. વધુ દબાણમાં દે ખેલાડી સારો દેખાવ કરી શકશે એ જ મહત્વનું છે. ભારત પાકિસ્તાન મેચ અલગ જ હાઇ વોલ્ટેજ મેચ છે.
ભારત પાકિસ્તાન મેચ પહેલા ખેલાડીના ફોર્મ પર ધ્યાન ન આપવું મહત્વનું નથી કારણ કે આ મેચમાં એવા ખેલાડીઓ પણ કમાલ કરી બતાવે છે કે જેઓ ફોર્મમાં ન ચાલતા હોય. દરેક ખેલાડી આ મેચને જીતવા ઇચ્છે છે અને એ જ કારણ છે કે ભારત પાકિસ્તાન મેચ હાઇ વોલ્ટેજ બની રહે છે.





