Asia Cup 2023 : એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં થઇ રહી છે. ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે છે. આ મેચ પહેલા ટીમ ઇન્ડિયા બેંગલુરુમાં 6 દિવસનો કેમ્પ કરી રહી છે. આ કેમ્પમાં તમામ ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પાસ કરવાનો હોય છે. કેમ્પમાં સૌથી પહેલા પહોંચેલા વિરાટ કોહલીએ 17.2 પોઇન્ટ સાથે આ ટેસ્ટ પાસ કર્યો છે.
વિરાટ કોહલીએ શેર કર્યો ફોટો
વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો એક ફોટો પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. કોહલીએ આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું કે ખતરનાક કોન્સ વચ્ચે યો-યો ટેસ્ટ પુરો કરવાની ખુશી. કોહલીએ અહીં પોતાના યો-યો સ્કોરનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પછી આરામ પર છે કોહલી
ટીમ ઈન્ડિયાનો રન મશીન વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડીઝમાં ટેસ્ટ સિરીઝ દરમિયાન રમતો જોવા મળ્યો હતો. આ પછી તે બ્રેક પર છે. વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર વન-ડે ટીમનો પણ હિસ્સો હતો પરંતુ રોહિત અને કોહલીએ વન-ડે શ્રેણીથી પોતાને દૂર રાખ્યા હતા અને યુવા ખેલાડીઓને તક આપી હતી. કોહલી પ્રથમ વન ડે તો રમ્યો જ હતો પણ તે બેટિંગ કરવા આવ્યો ન હતો.
આ પણ વાંચો – 30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ ટૂર્નામેન્ટ, 2 સપ્ટેમ્બરે ભારત વિ. પાકિસ્તાન મેચ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા, ઈશાન કિશન, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજુ સેમસન.