IND vs PAK Playing 11 : એશિયા કપ 2023માં ભારતીય ટીમ શનિવારે પોતાના અભિયાનની શરૂઆત કટ્ટર હરિફ પાકિસ્તાન સામે મેચ રમી કરશે. બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ શ્રીલંકા પહોંચી ગઇ છે. યજમાન પાકિસ્તાનની આ બીજી મેચ રહેશે. પ્રથમ મેચમાં પાકિસ્તાનની આ બીજી મેચ રહેશે. પ્રથમ મેચમાં પાકિસ્તાને નેપાળ સામે 238 રને વિજય મેળવ્યો હતો.
કેએલ રાહુલની ગેરહાજરીમાં રમશે ઇશાન કિશન
એશિયા કપના આ હાઇવોલ્ટેજ મુકાબલા પહેલા બધાની નજર એ વાત પર ટકેલી છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા કયા 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે. ટીમમાં 5-6 ખેલાડીઓનું પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નિશ્ચિત છે. જે સસ્પેન્સ છે કે વિકેટકીપર, નંબર 4 અને બોલિંગને લઇને છે. કેએલ રાહુલ અનફિટ હોવાના કારણે ઇશાન કિશન વિકેટકિપર તરીકે રમશે. બોલિંગ યુનિટમાં કોને તક મળશે તે તે પેચીદો સવાલ છે.
વિરાટ કોહલી રમશે નંબર 4 પર?
કેએલ રાહુલની ગેરહાજરીમાં ઇશાન કિશનની પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી નિશ્ચિત છે. જોકે ઇશાનને કયા સ્થાને રમાડવામાં આવશે તે સવાલ છે. જો ઇશાન કિશન ઓપનિંગ કરશે તો શું ગિલ ત્રીજા સ્થાને રમશે? જો આમ થશે તો વિરાટ કોહલી નંબર 4 પર રમશે? વિરાટ નંબર 4 પર રમશે તો ઐય્યર ક્યાં રમશે? શું સૂર્યકુમાર યાદવનું સ્થાન પ્લેઇંગ ઇલેવનમાં બનશે? કે પછી તિલક વર્માને ડેબ્યુની તક આપવામાં આવશે. પ્લેઇંગ ઇલેવનને લઇને ઘણા સવાલ છે.
આ પણ વાંચો – નેપાળી ક્રિકેટર્સનો પગાર ભારતના પટાવાળા કરતા પણ છે ઓછો! જાણો કેટલી છે સેલેરી
પલ્લીકેલેમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
ભારતીય ટીમની વાત કરીએ તો ભારતે આ મેદાન પર 3 વન-ડે મેચ રમ્યું છે અને ત્રણેયમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં આ મેદાન પર ભારતીય ટીમની જીતની ટકાવારી 100 ટકા છે. ભારતીય ટીમ આ મેદાન પર સૌપ્રથમ 2012માં શ્રીલંકા સામે રમી હતી. ભારતે તે મેચ 20 રનથી જીતી લીધી હતી. આ પછી ભારતે 2017માં આ મેદાન પર શ્રીલંકા સામે બે વન ડે રમી હતી અને બંનેમાં જીત મેળવી હતી. પાકિસ્તાનની વાત કરીએ તો તેઓ પલ્લીકેલેમાં 5 વન ડે મેચ રમ્યું છે, જેમાંથી 2માં વિજય અને 3 મેચમાં પરાજય થયો છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત – રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર/મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.
પાકિસ્તાન – ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, અગાહ સલમાન, ઇફ્તિકાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ.





