Asia Cup 2023 : બુધવારે પાકિસ્તાન અને નેપાળ વચ્ચેના મુકાબલા સાથે એશિયા કપનો પ્રારંભ થશે. ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ હાઈવોલ્ટેજ મુકાબલો કેન્ડીના પલ્લીકેલે સ્ટેડિયમમાં યોજાશે. આ મેદાન પર ભારતનો રેકોર્ડ પાકિસ્તાન કરતા ઘણો સારો છે. જોકે બંને ટીમો આ મેદાન પર પહેલી વખત એકબીજા સામે રમશે.
પલ્લીકેલેમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
ભારતીય ટીમની વાત કરીએ તો ભારતે આ મેદાન પર 3 વન-ડે મેચ રમ્યું છે અને ત્રણેયમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં આ મેદાન પર ભારતીય ટીમની જીતની ટકાવારી 100 ટકા છે. ભારતીય ટીમ આ મેદાન પર સૌપ્રથમ 2012માં શ્રીલંકા સામે રમી હતી. ભારતે તે મેચ 20 રનથી જીતી લીધી હતી. આ પછી ભારતે 2017માં આ મેદાન પર શ્રીલંકા સામે બે વન ડે રમી હતી અને બંનેમાં જીત મેળવી હતી.
પાકિસ્તાન આ મેદાન પર 5 વનડે મેચ રમ્યું છે
પાકિસ્તાનની વાત કરીએ તો તેઓ પલ્લીકેલેમાં 5 વન ડે મેચ રમ્યું છે, જેમાંથી 2માં વિજય અને 3 મેચમાં પરાજય થયો છે. પાકિસ્તાને સૌપ્રથમ વર્ષ 2011માં ન્યૂઝીલેન્ડ સામે પલ્લીકેલેમાં વન ડે રમી હતી. તેમાં તેનો પરાજય થયો હતો. તે પછી પાકિસ્તાને 2011માં અને ફરી 2012માં આ મેદાન પર ઝિમ્બાબ્વે અને શ્રીલંકાને હરાવ્યા હતા. પરંતુ પાકિસ્તાન માટે ચિંતાજનક બાબત એ છે કે તે 2012 બાદ અહીં મેચ જીતી શક્યા નથી. આ મેદાન પર પાકિસ્તાનનો છેલ્લી બે મેચમાં શ્રીલંકા સામે પરાજય થયો છે.
આ પણ વાંચો – એશિયા કપની શરૂઆત બુધવારથી, જાણો ભારત કેટલી વખત બન્યું છે ચેમ્પિયન
એશિયા કપનો કાર્યક્રમ
30 ઓગસ્ટ – પાકિસ્તાન વિ. નેપાળ31 ઓગસ્ટ – શ્રીલંકા વિ. બાંગ્લાદેશ2 સપ્ટેમ્બર – ભારત વિ. પાકિસ્તાન3 સપ્ટેમ્બર – અફઘાનિસ્તાન વિ. બાંગ્લાદેશ4 સપ્ટેમ્બર – ભારત વિ. નેપાળ5 સપ્ટેમ્બર – અફઘાનિસ્તાન વિ. શ્રીલંકા
સુપર-4 રાઉન્ડ
6 સપ્ટેમ્બર – A1 v B29 સપ્ટેમ્બર – B1 v B210 સપ્ટેમ્બર – A1 v A212 સપ્ટેમ્બર – A2 v B114 સપ્ટેમ્બર – A1 v B115 સપ્ટેમ્બર – A2 v B217 સપ્ટેમ્બર – ફાઇનલ
એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા, ઈશાન કિશન, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજૂ સેમસન.





