30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ ટૂર્નામેન્ટ, 2 સપ્ટેમ્બરે ભારત વિ. પાકિસ્તાન મેચ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

Asia Cup 2023 Schedule : એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી, વન-ડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને આ મલ્ટી નેશન ટૂર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે

Written by Ashish Goyal
Updated : August 29, 2023 15:06 IST
30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ ટૂર્નામેન્ટ, 2 સપ્ટેમ્બરે ભારત વિ. પાકિસ્તાન મેચ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
વન-ડે એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લેશે. જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે. જ્યારે ગ્રુપ- બી માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે (તસવીર – ટ્વિટર)

India Squad For Asia Cup 2023 : એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈએ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાનારી આ ટૂર્નામેન્ટ માટે 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. વન-ડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને આ મલ્ટી નેશન ટૂર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે.

વન-ડે એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લેશે. જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે. જ્યારે ગ્રુપ- બી માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. લીગ સ્ટેજમાં કુલ 6 મેચ રમાશે. લીગ સ્ટેજના એક ગ્રુપમાંથી બે ટીમ આગળના રાઉન્ડમાં પહોંચશે. પછી રાઉન્ડ રોબિન ફોર્મેટમાં સુપર-4 થશે. આ દરમિયાન 4 ટીમો વચ્ચે કુલ 6 મેચ રમાશે. પછી ફાઇનલ રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે. બધી મેચો ભારતીય સમય પ્રમાણે બપોરે 3.00 કલાકે રમાશે.

આ પણ વાંચો – Asia Cup માટે ભારતીય ટીમ જાહેર, 17 ખેલાડીઓને મળી જગ્યા, કેએલ રાહુલ – શ્રેયસ અય્યરની વાપસી

એશિયા કપનો કાર્યક્રમ

30 ઓગસ્ટ – પાકિસ્તાન વિ. નેપાળ31 ઓગસ્ટ – શ્રીલંકા વિ. બાંગ્લાદેશ2 સપ્ટેમ્બર – ભારત વિ. પાકિસ્તાન3 સપ્ટેમ્બર – અફઘાનિસ્તાન વિ. બાંગ્લાદેશ4 સપ્ટેમ્બર – ભારત વિ. નેપાળ5 સપ્ટેમ્બર – અફઘાનિસ્તાન વિ. શ્રીલંકા

સુપર-4 રાઉન્ડ

6 સપ્ટેમ્બર – A1 v B29 સપ્ટેમ્બર – B1 v B210 સપ્ટેમ્બર – A1 v A212 સપ્ટેમ્બર – A2 v B114 સપ્ટેમ્બર – A1 v B115 સપ્ટેમ્બર – A2 v B217 સપ્ટેમ્બર – ફાઇનલ

ગત વર્ષે શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું

એશિયા કપ 2022માં યૂએઈમાં રમાયો હતો. આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાઇ હતી. પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. ભારત સુપર-4માં શ્રીલંકા અને પાકિસ્તાન સામે હારીને બહાર થઇ ગયું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ