એશિયા કપ ટૂર્નામેન્ટમાંથી ખસી જશે પાકિસ્તાન? શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે હાઇબ્રિડ મોડલને ફગાવ્યું

Asia Cup 2023 : જોકે હવે એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની બહાર યોજવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડને ટેકો આપ્યો છે

Asia Cup 2023 : જોકે હવે એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની બહાર યોજવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડને ટેકો આપ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PCB and BCCI

બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ અને પીસીબી પ્રમુખ નજમ શેઠી (ફાઇલ ફોટો)

Asia Cup 2023 : શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને એશિયા કપ 2023ના હાઈબ્રિડ મોડલને નકારી કાઢ્યું છે. હવે સપ્ટેમ્બરમાં યોજાનારી આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી યજમાન પાકિસ્તાન હટી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના પ્રમુખ નજમ સેઠી દ્વારા પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલ પ્રમાણે પાકિસ્તાન પોતાના ત્યાં એશિયા કપની ત્રણ-ચાર મેચોનું આયોજન કરવાનું હતું. જ્યારે ભારતની મેચો તટસ્થ સ્થળે રમાઇ રમાવાની વાત હતી. સુરક્ષાની ચિંતાને કારણે ભારતે પાકિસ્તાનના પ્રવાસે જવાનો ઇનકાર કર્યા બાદ આ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો.

Advertisment

જોકે હવે એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની બહાર યોજવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડને ટેકો આપ્યો છે. મામલાની જાણકારી ધરાવતા એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યો વર્ચ્યુઅલ રીતે અથવા સભ્યોની હાજરીમાં મળે છે તે હવે માત્ર એક ઔપચારિકતા છે. પરંતુ પીસીબીને હવે ખબર છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલના તેના પ્રસ્તાવને ટેકો આપી રહ્યા નથી.

પીસીબી એશિયા કપનો બહિષ્કાર કરી શકે છે

સૂત્રએ જણાવ્યું હતું કે સેઠી પહેલેથી જ તેની ક્રિકેટ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને સંબંધિત સરકારી અધિકારીઓના સંપર્કમાં છે. જેથી જો તેમને ઘરઆંગણે એશિયા કપની મેચોની યજમાની કરવાની તક ન મળે તો પાકિસ્તાનના વલણ પર ચર્ચા કરી શકાય. સેઠી વારંવાર કહી ચૂક્યા છે કે જો આ ટુર્નામેન્ટ પાકિસ્તાનની જગ્યાએ તટસ્થ દેશમાં યોજવામાં આવશે તો તે આ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે અને સૂત્રએ કહ્યું હતું કે પીસીબી એશિયા કપનો બહિષ્કાર કરી શકે છે.

આ પણ વાંચો -  ધોનીનો જબરો પ્રશંસક, લગ્નના કાર્ડ પર છપાવ્યો માહીનો ફોટો, કંકોત્રીનો કલર રાખ્યો યલ્લો

Advertisment

પાકિસ્તાન પાસે બે વિકલ્પ

એસીસીના એક સૂત્રએ કહ્યું કે પાકિસ્તાન પાસે માત્ર બે જ વિકલ્પ છે. ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળે રમો અથવા ટૂર્નામેન્ટમાંથી હટી જાઓ. પાકિસ્તાન ન રમે તો પણ તેને એશિયા કપ જ કહેવાશે પણ બ્રોડકાસ્ટર પાકિસ્તાનની ગેરહાજરીમાં આ કરાર અંગે નવેસરથી વાટાઘાટો કરશે. શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ભારત બધાએ એવું વલણ અપનાવ્યું છે કે પાકિસ્તાન અને સાથે કોઇ અન્ય દેશમાં એશિયા કપનું આયોજન તાર્કિક કે આર્થિક રીતે શક્ય નથી. તેનું એક દેશ શ્રીલંકામાં આયોજન કરવું જોઈએ કારણ કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે તેમ નથી.

રદ થઈ શકે છે એશિયા કપ

સૂત્રએ એમ પણ કહ્યું કે એવી પણ શક્યતા છે કે ચાલુ વર્ષે એશિયા કપ સંપૂર્ણપણે રદ થઈ શકે છે અને વર્લ્ડ કપ અગાઉ ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 50 ઓવરના ફોર્મેટમાં મલ્ટી-ટીમ ટૂર્નામેન્ટ રમી શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે એવી પૂરેપૂરી શક્યતા છે કે આ વર્ષે એશિયા કપનું આયોજન કરવામાં નહીં આવે કારણ કે પાકિસ્તાન અને ભારતની મેચ વગર બ્રોડકાસ્ટર તેટલી રકમ આપી તેવી શક્યતા ઓછી છે. એસીસીને જે મેચ ચૂકવતા હતા તે મેચો વિના બ્રોડકાસ્ટરને તેટલી જ રકમ આપે તેવી શક્યતા ઓછી છે.

ભારત આ માટે કરી રહ્યું છે તૈયારી

સૂત્રએ જણાવ્યું હતું કે જો એશિયા કપનું આયોજન ન થાય તો ભારત ઘરઆંગણે એક સાથે ચાર કે પાંચ દેશોની ટૂર્નામેન્ટ યોજવાની તૈયારી પણ કરી રહ્યું છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નિર્ણયથી પીસીબી સાથે આ બોર્ડના સંબંધો પર શું અસર પડશે તે જોવાનું રહેશે. પાકિસ્તાને તેના બે ટેસ્ટના પ્રવાસ દરમિયાન શ્રીલંકામાં કેટલીક વન ડે રમવાની ઓફરને પહેલેથી જ નકારી કાઢી છે. શ્રીલંકાએ એશિયા કપની તમામ મેચોની યજમાની કરવાની ઓફર કર્યા બાદ પાકિસ્તાનનું આ પગલું ભર્યું છે. સૂત્રએ જણાવ્યું હતું કે તાજેતરના ઘટનાક્રમથી પાકિસ્તાન તેની ટીમને વર્લ્ડ કપ માટે ભારત ન મોકલવા મજબૂર કરી શકે છે.

bcci ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ Team India સ્પોર્ટ્સ