Asia Cup 2023 : એશિયા કપ 2023ની શરૂઆત 30 ઓગસ્ટને બુધવારથી થશે. વન-ડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને આ મલ્ટી નેશન ટૂર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. વન-ડે એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લેશે. જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે. જ્યારે ગ્રુપ- બી માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. બધી મેચો ભારતીય સમય પ્રમાણે બપોરે 3.00 કલાકે રમાશે. ભારતમાં મેચો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાશે. ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર ફ્રી માં મેચ જોઇ શકાશે. પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. ભારત પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે.
1984માં થઇ હતી એશિયા કપની શરૂઆત
એશિયા કપની શરૂઆત 1984માં થઇ હતી. પ્રથમ ટૂર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. અત્યાર સુધી 15 વખત આ ટૂર્નામેન્ટ રમાઇ છે. જેમાં બે વખત ટી-20 ફોર્મેટમાં રમાઇ હતી. જેમાં ભારત સૌથી વધારે 7 વખત ચેમ્પિયન બન્યું છે. ભારત છેલ્લે 2018માં આ ટૂર્નામેન્ટમાં વિજેતા બન્યું હતું. જોકે આ પછી ફક્ત એક જ વખત ટૂર્નામેન્ટ રમાઇ છે. આ પછી શ્રીલંકા 6 વખત ટૂર્નામેન્ટ જીત્યું છે. પાકિસ્તાન 2 વખત ચેમ્પિયન બન્યું છે.
આ પણ વાંચો – એશિયા કપ : પાકિસાન સામે ટકરાવવા વિરાટ કોહલી તૈયાર, 17.2 પોઇન્ટ સાથે પાસ કર્યો યો યો ટેસ્ટ
એશિયા કપમાં ક્યારે કોણ બન્યું ચેમ્પિયન
વર્ષ – ચેમ્પિયન1984 – ભારત1986 – શ્રીલંકા1988 – ભારત1990-91 – ભારત1995 – ભારત1997 – શ્રીલંકા2000 – પાકિસ્તાન2004 – શ્રીલંકા2008 – શ્રીલંકા2010 – ભારત2012 – પાકિસ્તાન2014 – શ્રીલંકા2016 – ભારત2018 – ભારત2022 – શ્રીલંકા
એશિયા કપનો કાર્યક્રમ
30 ઓગસ્ટ – પાકિસ્તાન વિ. નેપાળ31 ઓગસ્ટ – શ્રીલંકા વિ. બાંગ્લાદેશ2 સપ્ટેમ્બર – ભારત વિ. પાકિસ્તાન3 સપ્ટેમ્બર – અફઘાનિસ્તાન વિ. બાંગ્લાદેશ4 સપ્ટેમ્બર – ભારત વિ. નેપાળ5 સપ્ટેમ્બર – અફઘાનિસ્તાન વિ. શ્રીલંકા
સુપર-4 રાઉન્ડ
6 સપ્ટેમ્બર – A1 v B29 સપ્ટેમ્બર – B1 v B210 સપ્ટેમ્બર – A1 v A212 સપ્ટેમ્બર – A2 v B114 સપ્ટેમ્બર – A1 v B115 સપ્ટેમ્બર – A2 v B217 સપ્ટેમ્બર – ફાઇનલ
એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા, ઈશાન કિશન, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજૂ સેમસન.





