Asia cup 2023 India all Match Highlights : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે 15 સપ્ટેમ્બરે એશિયા કપની 12મી ઔપચારીક મેચ રમવામાં આવી રહી છે, કારણ કે ભારત અને શ્રીલંકા ફાઈનલમાં પહોંચી ગયા છે, જ્યારે બાંગ્લાદેશ તેની બે મેચ હારી એશિયા કપ સુપર 4માંથી બહાર થઈ ગયું છે. ત્યારે અમે તમને ભારત દ્વારા પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી તમામ મેચની હાઈલાઈટ્સ બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકશો કે કેવી રીતે ભારતે એક પછી એક મેચમાં વિજય પ્રાપ્ત કરી ફાઈનલ સુધીની સફર કરી.
ભારત vs પાકિસ્તાન મેચ, 2 સપ્ટેમ્બર – હાઈલાઈટ્સ (India vs pakistan 1st match Highlights)
ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના પલ્લેકલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, પલ્લેકલેમાં રમવામાં આવી હતી. ભારતે આ મેચમાં 48.5 ઓવરમાં 266 રન બનાવ્યા હતા પરંતુ પાકિસ્તાનનો દાવ શરૂ થાય તે પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો, જેને પગલે મેચ રદ થઈ હતી. આ મેચમાં ભારત તરફથી સૌથી વધુ રન ઈશાન કિશને 82 તો હાર્દિક પંડ્યાએ 87 રન બનાવી શાનદાર રમત રમી હતી.
ભારત vs નેપાળ, 4 સપ્ટેમ્બર – હાઈલાઈટ્સ (India vs Nepal match Highlights)
ભારત અને નેપાળ વચ્ચે 4 સપ્ટેમ્બરે શ્રીલંકાના પલ્લેકલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, પલ્લેકલેમાં રમવામાં આવી હતી. જેમાં ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ નેપાળને પ્રથમ બેટીંગ સોપી હતી. નેપાળે પ્રથમ બેટીંગ કરી 48.2 ઓવરમાં 230 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદ શરૂ થઈ ગયો હતો, અને સમયના અભાવે મેચની 23 ઓવર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, અને ભારતને જીત માટે 145 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતે 20.1 ઓવરમાં જ 147 રન બનાવી 10 વિકેટે જીત પ્રાપ્ત કરી હતી. આ મેચમાં ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 74 રન અને શુભમન ગિલે અણનમ 67 રન બનાવ્યા હતા.
ભારત vs પાકિસ્તાન, 10 સપ્ટેમ્બર – હાઈલાઈટ્સ (India vs pakistan 2nd match Highlights)
ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ 10 સપ્ટેમ્બર આર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોમાં રમવામાં આવી હતી. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતી ભારતને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે આ મેચમાં 50 ઓવરમાં 02 વિકેટના નુકશાને 356 રનની પારી રમી પાકિસ્તાનને જીતવા માટે 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન 32 ઓવરમાં માત્ર 128 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. જેને પગલે ભારતે 228 રનથી શાનદાર જીત મેળવી હતી. ભારત તરફથી રોહિત શર્માએ 56 રન, શુભમન ગિલે 58 રન, તો વિરાટ કોહલીએ અણનમ 122 અને કેએલ રાહુલે અણનમ શાનદાર 111 રન બનાવ્યા હતા. તો, કુલદીપ યાદવે શાનદાર 05 વિકેટ લઈ પાકિસ્તાનના ખેલાડીઓને ધૂળ ચટાવી દીધી હતી, આ સિવાય જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સાર્દુલ ઠાકુર 01-01 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
ભારત vs શ્રીલંકા, 12 સપ્ટેમ્બર – હાઈલાઈટ્સ (India vs Sri Lanka match Highlights)
ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી વખતની મેચ 12 સપ્ટેમ્બરે શ્રીલંકાના આર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોમાં રમવામાં આવી હતી. જેમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લઈ શ્રીલંકાને બોલીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે પ્રથમ બેટીંગની શરૂઆત કરી 49.1 ઓવરમાં માત્ર 213 રન જ બનાવ્યા હતા. હવે જીત માટે બધો આધાર બોલર પર હતો. ત્યારબાદ શ્રીલંકા જીત માટે 214 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું પરંતુ ભારતના બોલરોએ ધૂવાંધાર બોલીંગ કરી 41.3 ઓવર અને 172 રનમાં જ શ્રીલંકાના તમામ પ્લેયરની વિકેટ ખંખેરી દેતા ભારતને 41 રને શાનદાર જીત પ્રાપ્ત થઈ હતી. ભારત તરફથી સૌથી વધુ રન રોહિત શર્મા 53 રન તો કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા, જ્યારે કુલદીપ યાદવ આ મેચનો પણ હીરો બન્યો હતો તેણે 4 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રિત બુમરાહે 2, રવિન્દ્ર જાડેજાએ 2, અને મોહમ્મદ સિરાજ તથા હાર્દિક પંડ્યાએ 01-01 વિકેટ લઈ ભારતને જીત અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023 સુપર-4 ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે 17 સપ્ટેમ્બર 2023 ના રોજ આર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોમાં બપોરે 3 કલાકે રમવામાં આવશે.





