/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Record-for-most-runs-scored-2023.jpg)
રોહિત શર્મા - 2023 માં સૌથી વધુ રન બનાવનાર કપ્તાન
India vs Pakistan Asia Cup Super 4 match : રોહિત શર્માની કપ્તાની હેઠળ, ટીમ ઈન્ડિયા હાલમાં 2023 એશિયા કપ ટૂર્નામેન્ટ રમી રહી છે, જેમાં ટીમ ઈન્ડિયા સુપર ફોરમાં પહોંચી ગઈ છે. ભારતે હવે તેની આગામી સુપર ફોર મેચ રવિવારે પાકિસ્તાન સામે રમવાની છે અને આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે રવિવારે મેચ પૂર્ણ નહીં થાય તો, સોમવારે ફરીથી ત્યાંથી રમત શરૂ કરવામાં આવશે.
પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય કેપ્ટન પણ લયમાં આવી ગયો છે અને તેણે નેપાળ સામે 5 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી અણનમ 74 રન બનાવ્યા હતા. આ ઈનિંગ બાદ રોહિત શર્માએ વર્ષ 2023 માં કેપ્ટન તરીકે 1000 રન પૂરા કર્યા હતા અને આ વર્ષે તે કેપ્ટન તરીકે 1000 રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ ખેલાડી પણ બન્યો હતો.
2023માં કેપ્ટન તરીકે રોહિત શર્માના નામે સૌથી વધુ રન
વર્ષ 2023માં અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં હિટમેન રોહિત શર્મા પ્રથમ સ્થાને છે. તેણે નેપાળ સામેની અણનમ 74 રનની ઇનિંગ્સના આધારે આ વર્ષે તેના 1000 રનનો આંકડો પાર કર્યો હતો. રોહિત શર્માએ આ વર્ષે એટલે કે 2023માં કેપ્ટન તરીકે અત્યાર સુધી 22 ઇનિંગ્સમાં 1008 રન બનાવ્યા છે. બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ આ યાદીમાં બીજા નંબર પર છે અને તેણે અત્યાર સુધી 22 ઇનિંગ્સમાં 963 રન બનાવ્યા છે. હાલમાં તે રોહિત શર્માથી માત્ર 45 રન જ પાછળ છે.
આ પણ વાંચો - એશિયા કપ : ભારત-પાકિસ્તાનની મેચથી લઇને ફાઇનલ સુધી વરસાદની કેટલી છે સંભાવના, જાણો શ્રીલંકાનું હવામાન
કેપ્ટન તરીકે યુએઈના કેપ્ટન મોહમ્મદ વસીમ ત્રીજા નંબર પર છે, જેણે અત્યાર સુધી 22 ઇનિંગ્સમાં 788 રન બનાવ્યા છે, જ્યારે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમા આ યાદીમાં ચોથા નંબર પર છે, જેણે 11 ઇનિંગ્સમાં 734 રન બનાવ્યા છે. તેમ્બા બાવુમાએ પણ ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ વનડે સદી ફટકારી હતી અને અણનમ 114 રન બનાવ્યા હતા.
2023માં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન
1008 રન – રોહિત શર્મા (22 ઇનિંગ્સ)
963 રન – બાબર આઝમ (22 ઇનિંગ્સ)
788 રન – મોહમ્મદ વસીમ (22 ઇનિંગ્સ)
734 રન – ટેમ્બા બાવુમા (11 ઇનિંગ્સ)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us