એશિયા કપ : ભારત-પાકિસ્તાનની મેચથી લઇને ફાઇનલ સુધી વરસાદની કેટલી છે સંભાવના, જાણો શ્રીલંકાનું હવામાન

Asia Cup 2023 : ભારત-પાકિસ્તાન સહિત સુપર-4ની અન્ય મેચો અને ફાઈનલમાં વરસાદ વિધ્નરુપ બનશે કે નહીં? શ્રીલંકાના હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું

Asia Cup 2023 : ભારત-પાકિસ્તાન સહિત સુપર-4ની અન્ય મેચો અને ફાઈનલમાં વરસાદ વિધ્નરુપ બનશે કે નહીં? શ્રીલંકાના હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
sri lanka weather | asia cup 2023

એશિયા કપમાં શ્રીલંકામાં રમનાર મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ છે (તસવીર - ટ્વિટર)

Sri Lanka Weather : એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલ પ્રમાણે પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાઇ રહ્યો છે. શ્રીલંકામાં રમનાર મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ છે. આ દરમિયાન સુપર-4ની મેચો કોલંબોમાં યોજાવાની છે અને ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગ્રુપ સ્ટેજમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના વિધ્નને કારણે ધોવાઈ ગઈ હતી. ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં પણ વરસાદની અસર જોવા મળી હતી. ભારત-પાકિસ્તાન સહિત સુપર-4ની અન્ય મેચો અને ફાઈનલમાં વરસાદ વિધ્નરુપ બનશે કે નહીં ? શ્રીલંકાના હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Advertisment

શ્રીલંકાના હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં હવામાન ક્લિન રહેવાની આશા છે. આઇએમડીના મહાનિર્દેશક અતુલ્ય કરુણાનાયકે પીટીઆઈ ટીવીને જણાવ્યું હતું કે 9 સપ્ટેમ્બર પછી હવામાન ક્લિન રહેશે. કોલંબોમાં 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે. આ પછી ભારતીય ટીમ 12 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે રમશે, જ્યારે બાંગ્લાદેશ સામે 15 સપ્ટેમ્બરે રમશે. ફાઇનલ મુકાબલો 17 સપ્ટેમ્બરે રમાશે.

આ પણ વાંચો - ઇશાન કિશને સતત ચોથી અડધી સદી ફટકારી, હજુ પણ કેએલ રાહુલ આવશે તો થશે બહાર? 

9 સપ્ટેમ્બર પછીનું હવામાન કેવું રહેશે?

અધિકારીએ કહ્યું કે શ્રીલંકાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં વર્ષના આ સમયે વધુ વરસાદ પડે છે. છેલ્લા બે સપ્તાહમાં પશ્ચિમ વિસ્તારમાં વધુ વરસાદ નોંધાયો હતો, પરંતુ 9 સપ્ટેમ્બર પછી વરસાદ ઓછો થશે. આગામી સપ્તાહમાં પશ્ચિમ પ્રાંતમાં થોડો વરસાદ પડી શકે છે, પરંતુ એશિયા કપની ફાઇનલ રમાવાની છે તે દિવસ એટલે કે 17 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે.

Advertisment

પલ્લીકેલેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેદ વરસાદના કારણે રદ થઇ હતી

2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે પલ્લીકેલેમાં રમાયેલી એશિયા કપના ગ્રુપ-બી ની મેચ વરસાદના વિધ્નને કારણે ધોવાઈ ગઈ હતી. રોહિત શર્માની ટીમ 266 રન બનાવી આઉટ થઇ ગઇ હતી. સતત વરસાદને કારણે પાકિસ્તાનની ટીમ એક પણ બોલ રમી શકી ન હતી. ભારત અને નેપાળ વચ્ચે 4 સપ્ટેમ્બરે મેચ રમાઇ હતી. નેપાળની ટીમ પ્રથમ બેટિંગ કરતા 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વરસાદને કારણે ભારતીય ઈનિંગ્સમાં ઓવરો કપાઇ હતી અને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી.

Asia Cup 2023 ક્રિકેટ સ્પોર્ટ્સ