/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/zaka-ashraf.jpg)
જકા અશરફનું પીસીબી અધ્યક્ષ બનવાનું નક્કી છે (ફાઇલ ફોટો)
Asia Cup 2023 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના પ્રમુખ પદના પ્રબળ દાવેદાર ઝકા અશરફે એશિયા કપ 2023ના હાઈબ્રિડ મોડલને ઠુકરાવી દીધું છે. આ અંતર્ગત આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાવાની છે. ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાનો ઇનકાર કર્યા બાદ પીસીબીના તત્કાલીન ચેરમેન નજમ સેઠીને હાઇબ્રિડ મોડલનો આઇડિયા આપ્યો હતો. નજમ સેઠી અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થયા પછી ટૂંકા સમયમાં આ મામલે નાટ્યાત્મક ફેરફાર થયો છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું તેમની આ પદ પરથી હકાલપટ્ટી એશિયા કપના હાઇબ્રિડ મોડલના કારણે તો થઇ નથીને? અધ્યક્ષની નિમણૂક પીસીબીના સંરક્ષક દ્વારા કરવામાં આવે છે. બોર્ડના મુખ્ય સંરક્ષક વડા પ્રધાન શાહબાઝ શરીફ છે.
અશરફે બુધવારે ઇસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પ્રથમ વાત તો એ કે મેં ભૂતકાળમાં પણ એશિયા કપના હાઇબ્રિડ મોડેલને નકારી કાઢ્યું છે કારણ કે હું તેની સાથે સંમત નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના બોર્ડે નિર્ણય લીધો હતો કે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં જ યોજાશે તો અહીં જ યોજવી જોઈએ. અશરફના આ નિવેદનને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) વચ્ચે રકઝક નક્કી છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાનની ભાગીદારી પણ ખતરામાં પડી શકે છે.
બીસીસીઆઈ પણ લઈ શકે છે કડક વલણ
સહમત થયા બાદ પાકિસ્તાન પીછેહઠ કરશે તો બીસીસીઆઈ પણ કડક વલણ અપનાવી શકે છે. એસીસીના એક્ઝિક્યુટિવ બોર્ડે હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી દીધી છે. પ્રમુખ બનવા પર જો અશરફ પોતાનું વલણ નહીં બદલે તો એશિયા કપ પાકિસ્તાન વિના જ રમાય તેવી શક્યતા છે. પીટીઆઈના મતે એસીસી બોર્ડના એક સભ્યએ કહ્યું કે એશિયા કપ મોડલને એસીસી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. અશરફ જે ઇચ્છે તે કહેવા માટે સ્વતંત્ર છે.
આ પણ વાંચો - એશિયા કપનો કાર્યક્રમ જાહેર થતા જ પીસીબીએ ફસાવ્યો પેંચ, કહ્યું – વર્લ્ડ કપમાં ભારત આવવાની ગેરંટી આપી શકીએ નહીં
સેઠીએ પદ છોડ્યું કે તરત જ બદલાઈ ગઈ સ્થિતિ
બીસીસીઆઈના સચિવ જય શાહની અધ્યક્ષતાવાળી એસીસી દ્વારા હાઇબ્રિડ મોડલ સ્વીકારવામાં આવ્યું હતું. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેઓ પાકિસ્તાન રમવા નહીં જાય. શેઠીએ અધ્યક્ષ પદ છોડ્યા પછી 48 કલાકમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. સેઠીએ કહ્યું હતું કે તેઓ આસિફ ઝરદારી અને શાહબાઝ શરીફ વચ્ચે મતભેદોનુ કારણ બનવા માંગતા નથી અને આ કારણે તેઓ અધ્યક્ષ પદની રેસમાંથી ખસી રહ્યા છે.
નાની-મોટી મેચો પાકિસ્તાનમાં ઇચ્છતા નથી
અશરફે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે નથી ઇચ્છતા કે નાની-મોટી મેચો પાકિસ્તાનમાં યોજાય. તમામ મુખ્ય મેચો પાકિસ્તાનની બહાર યોજાશે. નેપાળ અને ભૂટાન જેવી ટીમો પાકિસ્તાનમાં રમશે, જે ખોટું છે. મને ખબર નથી કે બોર્ડે પહેલા કેમ મંજૂરી આપી હતી. હું જોઉં છું કે આટલા ટૂંકા સમયમાં શું થઈ શકે છે. પાકિસ્તાન માટે જે શ્રેષ્ઠ હશે તે અમે કરીશું.
વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરવામાં વધુ વિલંબ થશે
અશરફે એમ પણ કહ્યું હતુ કે વર્લ્ડ કપનો મુદ્દો હજુ ઉકેલાયો નથી, જેના કારણે કાર્યક્રમ જાહેર કરવામાં વધુ વિલંબ થશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને પડકારો છે. અનેક પડતર પ્રશ્નો છે. એશિયા કપ છે અને પછી વર્લ્ડ કપ છે. હું કોઈની વિરુદ્ધ બોલવા માંગતો નથી કારણ કે મેં હજી સુધી આ પદ સંભાળ્યું નથી. પદ સંભાળ્યા બાદ જોઈએ શું સ્થિતિ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us