BAN vs HKG T20, Today’s Match and Playing xi Prediction 2025: એશિયા કપ 2025 ની ત્રીજી મેચમાં બાંગ્લાદેશ ગુરુવારે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં હોંગકોંગ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે આ બીજી મેચ હશે. પ્રથમ મેચમાં હોંગકોંગે 2014ના ટી 20 વર્લ્ડ કપ દરમિયાન 19.4 ઓવરમાં 109 રનના ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશને બે વિકેટથી હરાવ્યું હતું.
બાંગ્લાદેશ 1984થી એશિયા કપમાં રમે છે
બાંગ્લાદેશ પ્રથમ વખત 1984 માં એશિયા કપમાં રમ્યું હતું અને અત્યાર સુધીમાં 15 સિઝનમાં ભાગ લીધો છે. જેમાં તે ત્રણ વખત (2012, 2016 અને 2018) રનર્સ અપ રહ્યું છે. બાંગ્લાદેશ સતત ત્રણ ટી-20 શ્રેણી જીતીને એશિયા કપમાં પ્રવેશ કરી રહ્યું છે. તે તેના મજબૂત ફાસ્ટ બોલિંગ આક્રમણ અને એવા બેટિંગ સમૂહ પર નિર્ભર રહેશે, જેમણે સિક્સર ફટકારવાની તાકાત બતાવવાનું શરૂ કરી દીધું છે.
બાંગ્લાદેશ આ વર્ષે 7 ટી-20 મેચ રમ્યું છે
બાંગ્લાદેશ આ વર્ષે 7 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી ચૂક્યું છે અને 7માં હાર્યું છે. યુનાઇટેડ આરબ અમીરાત અને પાકિસ્તાન સામે હારનો સામનો કરીને ટીમની શરૂઆત કંગાળ રહી હતી, પરંતુ બાદમાં શ્રીલંકા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે જીત સાથે લય પાછી મેળવી હતી. હાલમાં તે આઇસીસી સ્ટેન્ડિંગમાં 10મા ક્રમે છે.
એશિયા કપ 2025માં હોંગકોંગે તેની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાયું હતું. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી અને 20 ઓવરમાં 6 વિકેટે 188 રન કર્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા હોંગકોંગની ટીમ 9 વિકેટે 94 રન જ કરી શકી હતી અને 94 રનથી પરાજય થયો હતો.
આ પણ વાંચો – એશિયા કપ 2025, કુલદીપનો તરખાટ, ભારતે 4.3 ઓવરમાં વિજય મેળવી લીધો
બાંગ્લાદેશ 3 ફાસ્ટ બોલરો અને 2 સ્પિનરો સાથે ઉતરી શકે છે
બાંગ્લાદેશ હોંગકોંગ સામેની મેચમાં ત્રણ ફાસ્ટ બોલરો અને બે સ્પિનરો સાથે ઉતરે તેવી શક્યતા છે. તેની પાસે બેટિંગ અને બોલિંગ બંનેમાં વિકલ્પો છે, પરંતુ એશિયા કપમાં મજબૂત શરુઆત માટે તે વધુ પરંપરાગત પ્લેઇંગ ઇલેવન સાથે જઈ શકે છે.
બાંગ્લાદેશ સંભવિત પ્લેઇંગ ઇલેવન
લિટન દાસ (કેપ્ટન), તંજિદ હસન, મોહમ્મદ પરવેઝ હુસૈન, તૌહિદ હૃદોય, શમીમ હુસૈન, ઝાકિર અલી, મહેદી હસન, રિશાદ હુસૈન, તસ્કિન અહમદ, તંઝિમ હસન શાકિબ, મુસ્તફિઝુર રહેમાન.
હોંગકોંગની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઝીશાન અલી, બાબર હયાત, અંશુમાન રથ, કલ્હન ચલ્લુ, નિઝાકત ખાન, એઝાઝ ખાન, કેડી શાહ, યાસીમ મુર્તુઝા (કેપ્ટન), આયુષ શુક્લા, અતીક ઇકબાલ, એહસાન ખાન.





