Asia Cup 2025 : એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં બધાની નજર ભારતીય ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા પર રહેશે. અભિષેક જે પ્રકારના ફોર્મમાં છે એવામાં ટીમ ઈન્ડિયા ઈચ્છે છે કે તે ફાઈનલમાં પાકિસ્તાન સામે રમે અને ટીમ માટે રન બનાવે, જ્યારે તે પાકિસ્તાનના ટાર્ગેટ પર રહેવાનો છે.
અભિષેક શર્મા આ એશિયા કપમાં રન બનાવવાની દ્રષ્ટિએ મામલે સાતત્યપૂર્ણ રહ્યો છે અને તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદી પ્રથમ સ્થાને છે. અભિષેક શર્માએ ફાઈનલ મેચ અગાઉ રમાયેલી ત્રણેય મેચમાં સતત અડધી સદી ફટકારી છે અને હવે તે વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ તોડવાની ખૂબ જ નજીક છે.
અભિષેક કોહલીનો રેકોર્ડ તોડવાથી 11 રન દૂર
અભિષેક શર્માએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચમાં સૌથી વધુ 309 રન ફટકાર્યા છે અને હવે તે એક ટી-20 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાની ખૂબ નજીક છે. એક ટી-20 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. જેણે 2014ના ટી-20 વર્લ્ડ કપમાં 319 રન બનાવ્યા હતા.
અભિષેક શર્મા હવે ફાઈનલમાં પાકિસ્તાન સામે 11 રન બનાવશે તો તે એક ટી-20 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી જશે. હાલમાં આ યાદીમાં વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે, જ્યારે તિલકરત્ને દિલશાન બીજા નંબર પર છે, જ્યારે અભિષેક શર્મા હાલ ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો – એશિયા કપ 2025 : ભારત વિ પાકિસ્તાન વચ્ચે રવિવારે ફાઇનલ, જાણો પિચ રિપોર્ટ, હેડ ટુ હેડ
ટી-20 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન (ફુલ મેમ્બર)
- 319 રન – વિરાટ કોહલી (ટી 20 વર્લ્ડ કપ 2014)
- 317 રન – તિલકરત્ને દિલશન (ટી 20 વર્લ્ડ કપ 2009)
- 309 રન – અભિષેક શર્મા (એશિયા કપ 2025)
- 306 રન – એરોન ફિન્ચ (ઝિમ્બાબ્વે ટી-20 ત્રિકોણીય શ્રેણી 2018)
- 303 રન – બાબર આઝમ (ટી 20 વર્લ્ડ કપ 2021)
- 302 રન – મહેલા જયવર્દને (ટી 20 વર્લ્ડ કપ 2010)