BAN vs AFG 9th T20I match, Bangladesh vs Afghanistan Score Updates today : તન્ઝીદ હસનના 52 રન બાદ મુશ્તાફિઝુર રહેમાનની શાનદાર બોલિંગ (3 વિકેટ)ની મદદથી બાંગ્લાદેશે એશિયા કપ 2025માં અફઘાનિસ્તાન સામે 8 રને વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશે 20 ઓવરમાં 5 વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 20 ઓવરમાં 146 રને ઓલઆઉટ થઇ ગયું હતું.
અફઘાનિસ્તાન ઇનિંગ્સ
-બાંગ્લાદેશ તરફથી મુશ્તાફિઝુર રહેમાને સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
-અફઘાનિસ્તાન 20 ઓવરમાં 146 રને ઓલઆઉટ.
-એએમ ગઝનફર પ્રથમ બોલે મુશ્તફિઝુરનો શિકાર બન્યો
-રાશિદ ખાન 11 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે કેચ આઉટ થયો.
-કરિમ જન્નત 8 બોલમાં 6 રન બનાવી રન આઉટ થયો.
-ઓમરઝાઇ 16 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે તસ્કિન અહેમદની ઓવરમાં કેચ આઉટ થયો.
-અફઘાનિસ્તાને 14.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-મોહમ્મદ નબી 15 બોલમાં 1 સિક્સર સાથે 15 રન રહેમાનની ઓવરમાં બોલ્ડ થયો.
-ગુરબાઝ 31 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 35 રને કેચ આઉટ થયો.
-ગુલબદ્દીન નઇબ 14 બોલમાં 2 ફોર સાથે 16 રને રિશાદ હુસૈનની ઓવરમાં આઉટ થયો.
-ઇબ્રાહિમ ઝાદરાન 12 બોલમાં 5 રને એલબી આઉટ થયો.
-સેદીકુલ્લાહ અટલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના નાસુમ અહેમદનો શિકાર બન્યો
બાંગ્લાદેશ ઇનિંગ્સ
-રાશિદ ખાન અને નૂર અહમદે 2-2 વિકેટ ઝડપી. ઓમરઝાઇને 1 વિકેટ મળી.
-ઝાકર અલી 13 બોલમાં 12 અને નારુલ હસન 6 બોલમાં 12 રને અણનમ રહ્યા.
-તૌહિદ હૃદોય 20 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 26 રને કેચ આઉટ થયો.
-શમીમ હુસૈન 11 બોલમાં 2 ફોર સાથે 11 રને એલબી આઉટ.
-તન્ઝીદ હસન 31 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 52 રને નૂર અહમદની ઓવરમાં કેચ આઉટ થયો.
-બાંગ્લાદેેશે 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-લિટ્ટન દાસ 11 બોલમાં 9 રને નૂર અહમદનો શિકાર બન્યો.
-શૈફ હસન 28 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 30 રને રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો.
-બાંગ્લાદેશના કેપ્ટન લિટ્ટન દાસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો – એપોલો ટાયર્સ ટીમ ઇન્ડિયાનું નવું જર્સી સ્પોન્સર, BCCI ને એક મેચના 4.5 કરોડ રુપિયા ચૂકવશે
બન્ને ટીમો આ પ્રમાણે છે
બાંગ્લાદેશ : લિટ્ટન દાસ (કેપ્ટન), તન્ઝીમ હસન, શૈફ હસન, તૌહિદ હૃદોય, નુરુલ હસન, શમીમ હુસૈન, ઝાકિર અલી, નાસુમ અહેમદ, રિશાદ હુસૈન, તસ્કિન અહમદ, મુસ્તફિઝુર રહેમાન.
અફઘાનિસ્તાન : સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહીમ ઝાદરાન, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નઇબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કરીમ જન્નત, રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહમદ, એએમ ગઝનફર, ફઝલહક ફારૂકી.





