BAN vs HKG T20I, Bangladesh vs Hong kong Score Updates today : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ લિટ્ટન દાસની અડધી સદી (59)ની મદદથી બાંગ્લાદેશે એશિયા કપમાં ગ્રુપ બી ની મેચમાં હોંગકોંગ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. હોંગકોંગે 20 ઓવરમાં 7 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે 17.4 ઓવરમાં 3 વિકેટે પડકાર મેળવી લીધો હતો.
બાંગ્લાદેશ ઇનિંગ્સ
-તૌહિદ હૃદોયના 36 બોલમાં 1 ફોર સાથે અણનમ 35 રન.
-લિટ્ટન દાસ 39 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 59 રને બોલ્ડ થયો.
-લિટ્ટન દાસે 33 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-બાંગ્લાદેશે 13 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-તન્ઝીદ હસન 18 બોલમાં 1 ફોર સાથે 14 રને અતીક ઇકબાલની ઓવરમાં બોલ્ડ થયો.
-પરવેઝ હુસૈન ઇમોન 14 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 19 રન બનાવી આયુષ શુક્લાનો શિકાર બન્યો.
હોંગકોંગ ઇનિંગ્સ
-હોંગકોંગના 20 ઓવરમાં 7 વિકેટે 143 રન રન.
-કિંન્ચીત શાહ ખાતું ખોલાયા વિના અને એઝાઝ ખાન 5 રને આઉટ થયો.
-નિઝાકત ખાન 40 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 42 રને રિશાદ હુસૈનનો શિકાર બન્યો.
-યાસીમ મુર્તુઝા 19 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 28 રને રન આઉટ થયો.
-હોંગકોંગે 14.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ઝીશાન અલી 34 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 30 રને તન્ઝીમ હસન શાકીબનો શિકાર બન્યો.
-બાબર હયાત 12 બોલમાં 1 સિક્સર સાથે 14 રન બનાવી તન્ઝીમ હસન શાકીબની ઓવરમાં બોલ્ડ થયો.
-અંશુ રથ 5 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી તસ્કીન અહમદની ઓવરમાં કેચ આઉટ થયો.
-બાંગ્લાદેશના કેપ્ટન લિટ્ટન દાસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો – ક્રિકેટર રિંકુ સિંહે જણાવ્યું કે પ્રિયા સરોજ સાથે કેવી રીતે થઇ હતી પ્રેમની શરૂઆત, જુઓ VIDEO
બન્ને ટીમો આ પ્રમાણે છે
બાંગ્લાદેશ: લિટ્ટન દાસ (કેપ્ટન), તન્ઝીમ હસન, પરવેઝ હુસૈન ઇમોન, તૌહિદ હૃદોય, શમીમ હુસૈન, ઝાકિર અલી, મહેદી હસન, રિશાદ હુસૈન, તસ્કિન અહમદ, તન્ઝીમ હસન શાકીબ, મુસ્તફિઝુર રહેમાન.
હોંગકોંગ : ઝીશાન અલી, બાબર હયાત, અંશુ રથ, નિઝાકત ખાન, કલ્હન ચલ્લુ, કિંન્ચીત શાહ, યાસીમ મુર્તુઝા (કેપ્ટન), એઝાઝ ખાન, આયુષ શુક્લા, અતીક ઇકબાલ, એહસાન ખાન.





