Asia Cup 2025, BAN vs SL : એશિયા કપ 2025, બાંગ્લાદેશ સામે શ્રીલંકાનો 6 વિકેટે વિજય

Bangladesh vs Sri Lanka Asia Cup : એશિયા કપ 2025, પથુમ નિશાંકાની અડધી સદી, કામિલ મિશારાના અણનમ 46 રન. શ્રીલંકાનો આસાન વિજય

Bangladesh vs Sri Lanka Asia Cup : એશિયા કપ 2025, પથુમ નિશાંકાની અડધી સદી, કામિલ મિશારાના અણનમ 46 રન. શ્રીલંકાનો આસાન વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Bangladesh vs Sri Lanka Asia Cup 2025 Live cricket Score Update in Gujarati

Bangladesh vs Sri Lanka T20 Cricket Match Live Score Updates : એશિયા કપ 2025 શ્રીલંકા વિ બાંગ્લાદેશ મેચ અપડેટ્સ

BAN vs SL T20I, Bangladesh vs Sri Lanka Score Updates : બોલરોના શાનદાર પ્રદર્શન પછી પથુમ નિશાંકાના 50 અને કામિલ મિશારાના અણનમ 46 રનની મદદથી શ્રીલંકાએ એશિયા કપ 2025માં ગ્રુપ બી ની મેચમાં બાંગ્લાદેશ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશે 20 ઓવરમાં 5 વિકેટે 139 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 14.4 ઓવરમાં 4 વિકેટે પડકાર મેળવી લીધો હતો.

Advertisment

શ્રીલંકા ઇનિંગ્સ

-કામિલ મિસારાના 32 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 46 રન. ચરિથ અસલંકાના અણનમ 10 રન.

-દાશુન શનાકા 3 બોલમાં 1 રને તન્ઝીમ હસન શાકીબનો શિકાર બન્યો.

-કુશલ પરેરા 9 બોલમાં 1 ફોર સાથે 9 રને એલબી આઉટ થયો.

-પાથુમ નિસાંકા 34 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 50 રને મહેંદી હસનનો શિકાર બન્યો.

-શ્રીલંકાએ 9.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-કુશલ મેન્ડિસ 6 બોલમાં 3 રન બનાવી મુશ્તફિઝુર રહેમાનની ઓવરમાં કેચ આઉટ થયો.

Advertisment

બાંગ્લાદેશ ઇનિંગ્સ

-શ્રીલંકા તરફથી હસરંગાએ સૌથી વધારે 2 વિકેટ ઝડપી.

-શમીમ હુસૈનના 34 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 42 રન.

-ઝાકર અલીના 34 બોલમાં 2 ફોર સાથે અણનમ 41 રન.

-બાંગ્લાદેશે 16 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-લિટ્ટન દાસ 26 બોલમાં 4 ફોર સાથે 28 રને હસરંગાની ઓવરમાં કેચ આઉટ.

-મહેંદી હસન 7 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી હસરંગાની ઓવરમાં એલબી આઉટ થયો.

-તૌહિદ હ્રિદોય 9 બોલમાં 8 રને રન આઉટ થયો.

-પરવેઝ હુસૈન ઇમોન 4 બોલમાં ખાતું ખોલાયા વિના કેચ આઉટ થયો.

-તન્ઝીદ હસન 6 બોલમાં ખાતું ખોલાયા વિના નુવાન તુષારાની ઓવરમાં આઉટ થયો.

-શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો - ભારત-પાક મેચનો બોયકોટ કરો, પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્નીની અપીલ

બન્ને ટીમો આ પ્રમાણે છે

બાંગ્લાદેશ : લિટ્ટન દાસ (કેપ્ટન), પરવેઝ હુસૈન ઇમોન, તન્ઝીદ હસન, તૌહિદ હ્રિદોય, શમીમ હુસૈન, ઝાકર અલી, મહેંદી હસન, રિશાદ હુસૈન, તન્ઝીમ હસન શાકિબ, શોરીફુલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન.

શ્રીલંકા : કુશલ મેન્ડિસ, પાથુમ નિસાંકા, કામિલ મિશારા, કુશલ પરેરા, ચરિથ અસલંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિન્દુ હસારંગા, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો, નુવાન તુષારા.

એશિયા કપ શ્રીલંકા ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ