Asia Cup 2025: એશિયા કપ 2025નું આયોજન ખતરામાં, બીસીસીઆઈએ ACC ની મીટિંગમાં આવવાની ના પાડી

Asia Cup 2025 : એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક 24 જુલાઈએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં યોજાવાની છે અને બીસીસીઆઈ ઢાકામાં યોજાનારી બેઠકમાં ભાગ લેવા માંગતું નથી

Written by Ashish Goyal
Updated : July 19, 2025 16:12 IST
Asia Cup 2025: એશિયા કપ 2025નું આયોજન ખતરામાં, બીસીસીઆઈએ ACC ની મીટિંગમાં આવવાની ના પાડી
Asia Cup 2025: એશિયા કપ 2025નું આયોજન ખતરામાં જોવા મળી રહ્યું છે (તસવીર - સોશિયલ મીડિયા)

Asia Cup 2025 : એશિયા કપના 2025ના આયોજન પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને અન્ય ઘણા સભ્ય બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) ની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. એસીસીની બેઠક 24 જુલાઈએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં યોજાવાની છે અને બીસીસીઆઈ ઢાકામાં યોજાનારી બેઠકમાં ભાગ લેવા માંગતું નથી.

એએનઆઈના જણાવ્યા અનુસાર બીસીસીઆઈએ એસીસી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના અધ્યક્ષ મોહસીન નકવી બંનેને સત્તાવાર રીતે જાણ કરી દીધી છે કે જો તે બેઠક ઢાકામાં યોજાશે તો તે તેમાં ભાગ લેશે નહીં. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો

ભારત ઉપરાંત શ્રીલંકા, ઓમાન અને અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડે પણ મિટિંગના સ્થળ અંગે આ જ પ્રકારના વાંધા ઉઠાવતા ભારતનું સમર્થન કર્યું છે. આ દેશોના વધતા જતા વિરોધ છતાં એસીસીના પ્રમુખ મોહસિન નકવી ઢાકામાં બેઠક યોજવા પર અડગ છે. બીસીસીઆઈએ એસીસી અને પીસીબી અધ્યક્ષ નકવી બંનેને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે અને કહ્યું છે કે તેઓ ઢાકામાં યોજાનારી બેઠકમાં ભાગ લેશે નહીં. અમે વ્યક્તિગત રીતે સ્થળ બદલવાની વિનંતી પણ કરી છે, પરંતુ હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

આ પણ વાંચો – શુભમન ગિલ અને સારા તેંડુલકરનો વધુ એક વીડિયો વાયરલ, ઇન્ટરનેટ પર છવાઇ ગયો

એસીસીના બંધારણ અનુસાર ઢાકામાં યોજાનારી બેઠકમાં મુખ્ય સભ્ય બોર્ડની ભાગીદારી વિના લેવામાં આવેલા કોઈપણ નિર્ણયને રદબાતલ ગણી શકાય. જેના કારણે એશિયા કપની યજમાનીને લઈને સંભવિત મડાગાંઠની ચિંતા વધી છે. સૂત્રોનું માનીએ તો ઢાકામાં બેઠક યોજવાના નકવીના આગ્રહને એશિયા કપની બાબતોમાં ભારત પર અનુચિત દબાણ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ વખતે સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન થઈ શકે છે

મિટિંગને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે એસીસી તરફથી આ મિટિંગ અન્યત્ર યોજવા અંગે કોઈ સત્તાવાર વાતચીત કરવામાં આવી નથી, જેના કારણે એશિયા કપ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. આ વખતે સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ