એશિયા કપ 2025 ફાઇનલ : ભારત વિ પાકિસ્તાન વચ્ચે મુકાબલો, જાણો તારીખ, સમય, રિઝર્વ ડે સહિત બધી જાણકારી

India Vs Pakistan, Asia Cup 2025 Final : એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચ 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

Written by Ashish Goyal
September 26, 2025 14:44 IST
એશિયા કપ 2025 ફાઇનલ : ભારત વિ પાકિસ્તાન વચ્ચે મુકાબલો, જાણો તારીખ, સમય, રિઝર્વ ડે સહિત બધી જાણકારી
એશિયા કપ 2025ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે (તસવીર - સોશિયલ મીડિયા)

India Vs Pakistan, Asia Cup 2025 Final Match Date and Time : પાકિસ્તાને ગુરુવારે સુપર 4 રાઉન્ડની મેચમાં બાંગ્લાદેશને 11 રનથી હરાવીને એશિયા કપ 2025ની ફાઇનલની ટિકિટ બુક કરાવી હતી. હવે ફાઈનલમાં તેનો મુકાબલો ભારત સામે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આખરી મુકાબલો ક્રિકેટ પ્રેમીઓ માટે ઐતિહાસિક અને રોમાંચક બની રહેશે કારણ કે બંને ટીમો એશિયા કપના ઈતિહાસમાં પહેલી વખત ફાઈનલમાં ટકરાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો ક્રિકેટ ઈતિહાસમાં હંમેશા રોમાંચક અને હાઈવોલ્ટેજ રહ્યો છે. એશિયા કપ 2025ની ફાઈનલ ક્રિકેટ પ્રેમીઓ માટે કોઈ તહેવારથી ઓછી નથી. બંને ટીમો પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે મેદાન પર ઉતરશે.

આવી સ્થિતિમાં ક્રિકેટ પ્રેમીઓના મનમાં કેટલાક સવાલો ઉભા થવાના જ છે, જેમ કે મેચ ક્યારે રમાશે, કઈ ટીવી ચેનલ પર તેને લાઇવ જોઈ શકાશે. ભારતમાં કયા ઓટીટી પ્લેટફોર્મ પર તે મેચનું લાઇવ સ્ટ્રીમ ઉપલબ્ધ થશે? આ બધા પ્રશ્નોના જવાબ અહીં આપવામાં આવ્યા છે.

એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાન સામે બન્ને મુકાબલા જીત્યા

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન ત્રીજી વખત આમને-સામને ટકરાશે. ભારતે છેલ્લી બે મેચ (ગ્રુપ સ્ટેજ અને સુપર-4 રાઉન્ડ)માં જીત મેળવી હતી. 14મી સપ્ટેમ્બરે ગ્રુપ સ્ટેજની મેચ યોજાઈ હતી, જેમાં ભારતે સાત વિકટથી જીત મેળવી હતી. 21મી સપ્ટેમ્બરે સુપર-4 રાઉન્ડની મેચ રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો – સૂર્યકુમાર યાદવ : કેપ્ટનશિપમાં હિટ પણ બેટિંગમાં ફ્લોપ, ટી 20 વર્લ્ડ કપ પછીના આંકડા જોઇ ચોંકી જશો

મેચ ક્યારે અને ક્યાં યોજાશે?

  • તારીખ: રવિવાર, 28 સપ્ટેમ્બર 2025
  • સમય: ભારતીય સમય પ્રમાણે રાત્રે 08:00 કલાકે
  • સ્થળ: દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
  • રિઝર્વ ડે: 29 સપ્ટેમ્બર 2025 (જો વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર મેચ પૂર્ણ ન થાય તો)

કયા ખેલાડીઓ પર નજર રહેશે?

  • ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ.
  • પાકિસ્તાન : શાહીન શાહ આફ્રિદી, સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, હરિસ રઉફ.
  • બંને ટીમોના આ સ્ટાર્સ એકલા હાથે મેચની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે.

લાઇવ ક્યાં જોવા મળશે?

  • ટીવી પર પ્રસારણ: સોની સ્પોર્ટ્સ નેટવર્ક.
  • ઑનલાઇન સ્ટ્રીમિંગ: સોની લિવ એપ્લિકેશન અને વેબસાઇટ બંને પર.

ભારત અને પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

પાકિસ્તાન : સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, શેમ અયુબ, હુસૈન તલાત, મોહમ્મદ હારિસ, સલમાન આગા (કેપ્ટન), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ, અબરાર અહમદ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ