સુપર 4 મુકાબલા માટે ભારત-પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન, પિચ રિપોર્ટ અને હવામાન

India vs Pakistan Asia Cup Dubai Pitch and Weather, Playing 11 : ભારત અને પાકિસ્તાન 21 સપ્ટેમ્બરને રવિવારે એશિયા કપ 2025ના સુપર 4 મેચમાં ફરી આમને-સામને ટકરાશે. લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું હતું

India vs Pakistan Asia Cup Dubai Pitch and Weather, Playing 11 : ભારત અને પાકિસ્તાન 21 સપ્ટેમ્બરને રવિવારે એશિયા કપ 2025ના સુપર 4 મેચમાં ફરી આમને-સામને ટકરાશે. લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું હતું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Indian cricket team, India vs Pakistan Asia Cup Dubai Pitch and Weather, Playing 11

પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર્સ (BCCI)

India vs Pakistan Asia Cup Dubai Pitch and Weather, Playing 11 : ભારત અને પાકિસ્તાન 21 સપ્ટેમ્બર એટલે કે રવિવારે એશિયા કપ 2025ના સુપર 4 મેચમાં ફરી આમને-સામને ટકરાશે. લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું હતું અને સલમાન આગાની ટીમ દરેક ડિપાર્ટમેન્ટમાં ભારત સામે નબળી દેખાતી હતી.

Advertisment

હર્ષિત અને અર્શદીપ થઇ શકે છે બહાર

ભારતે ઓમાન સામે તેની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીને આરામ આપવામાં આવ્યો હતો. જોકે તે બંને પાકિસ્તાન સામે ફરી ટીમમાં પુનરાગમન કરી શકે છે. જ્યારે ઓમાન સામે અંતિમ ઇલેવનમાં રહેલા અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને પાકિસ્તાન સામે બહાર કરી શકાય છે.

પાકિસ્તાન સામેની મેચમાં એવી શક્યતા છે કે જે ટીમ સાથે સૂર્યકુમાર યાદવ લીગ મેચમાં રમ્યો હતો તે જ ટીમ સાથે રમવા ઉતરશે. એટલે કે ટીમમાં બુમરાહ સાથે હાર્દિક પંડયા ફાસ્ટ બોલર તરીકે જોવા મળી શકે છે. જ્યારે ટીમમાં ત્રણ સ્પિનર તરીકે અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી હશે.

આ પણ વાંચો - એશિયા કપ 2025 : પાકિસ્તાન ડ્રામા કરીને ફસાયું, ICC કાર્યવાહી કરવાની તૈયારીમાં

Advertisment

પાકિસ્તાન સામે ભારત ફરી આઠમાં નંબર સુધી બેટ્સમેનો રાખશે અને આ સાથે ટીમની બેટિંગ પણ ઘણી મજબૂત રહેશે. ભારતે દુબઈમાં પાકિસ્તાનનો સામનો કરી લીધો છે અને હવે તેને ફરીથી આ ટીમને હરાવવામાં ખાસ મુશ્કેલી ન પડવી જોઈએ. પાકિસ્તાનની વાત કરીએ તો આ ટીમ સતત શાનદાર સ્પિન આક્રમણ સાથે મેદાન પર આવી રહી છે અને દુબઈની પીચ જોતા પાકિસ્તાન પણ આ જ વ્યુહરચના પર આગળ વધતું જોવા મળી શકે છે.

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પિચ રિપોર્ટ

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ ધીમા બોલરો માટે મદદગાર છે અને ફરીથી કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી પર મોટી જવાબદારી રહેશે. સમગ્ર યુએઈમાં સ્પિનની બોલબાલા છે, પરંતુ અબુ ધાબી કરતાં દુબઈમાં વધારે છે. દુબઈમાં ટાર્ગેટનો પીછો કરતી ટીમોને ઘણો ફાયદો થાય છે. છેલ્લી પાંચ મેચોમાં ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમને ત્રણ જીત અને બે હાર મળી છે. સૂર્યકુમાર યાદવના જણાવ્યા અનુસાર ઝાકળ 2021ના ટી-20 વર્લ્ડ કપ કરતાં ઓછું રહ્યું છે, જ્યારે ટોસ હારવાના કારણે ભારતને ભારે નુકસાન થયું હતું.

દુબઇ હવામાન રિપોર્ટ

એક્યુવેધરના જણાવ્યા અનુસાર, દુબઈમાં 21 સપ્ટેમ્બરના રોજ ધૂંધળા સૂર્યપ્રકાશ સાથે ઘણી ગરમી રહેશે, 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન રહેશે. વરસાદની સંભાવના 0% છે. વાવાઝોડાની સંભાવના પણ 0% છે. જોકે 25% સમય વાદળછાયું વાતાવરણ રહેશે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન

સેમ અયુબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હારિસ, ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), ખુશદિલ શાહ, હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, અબરાર અહમદ.

એશિયા કપ ભારત ક્રિકેટ ટીમ પાકિસ્તાન ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવ ક્રિકેટ જસપ્રીત બુમરાહ સ્પોર્ટ્સ