Asia Cup 2025 India Team: એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ યથાવત્ રહ્યો છે. જ્યારે વાઇસ કેપ્ટન તરીકે શુભમન ગિલની વરણી કરવામાં આવી છે. શ્રેયસ ઐયરની ટીમમાં સ્થાન મળ્યું નથી. વિકેટકિપર તરીકે સંજુ સેમસન અને જીતેશ શર્માની પસંદગી કરાઇ છે. જસપ્રીત બુમરાહ પણ ટીમમાં છે.
ટીમ ઇન્ડિયા એશિયા કપ સ્ક્વોડ 2025 લાઇવ અપડેટ્સ:
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની પસંદગી કરવા માટે અજિત અગરકરની આગેવાની હેઠળની સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઇમાં બીસીસીઆઇના મુખ્યાલયમાં બેઠક યોજાઇ હતી.
2025નો એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન દુબઈ અને અબુધાબીમાં યોજાશે. ટી-20 ફોર્મેટમાં યોજાનારા એશિયા કપ 2025માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, હોંગકોંગ અને ઓમાન એમ કુલ આઠ ટીમો ભાગ લેશે.
એશિયા કપ માટે ભારતની ટીમ
સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રિકુ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.





