IND vs Ban head to head record in T20Is : એશિયા કપ 2025 ના સુપર ફોર મુકાબલામાં ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો 24 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સુપર ફોરની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે ભારત બાંગ્લાદેશ સામે વિજય મેળવીને ફાઇનલમાં પહોંચવાની શક્યતા વધુ મજબૂત બનાવી દેશે.
ભારત વિ બાંગ્લાદેશ હેડ ટુ હેડ રેકોર્ડ
એશિયા કપ 2025 ટી 20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ ફોર્મેટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો બંને ટીમો અત્યાર સુધી 17 વખત એકબીજા સામે ટકરાઇ છે. 17 મેચમાંથી ભારતનો 16 મેચમાં વિજય થયો છે. બાંગ્લાદેશ ફક્ત એક મેચમાં જીત મેળવવા સફળ રહ્યું છે. બાંગ્લાદેશનો એકમાત્ર વિજય 2019માં થયો હતો
એશિયા કપ ટી 20માં ભારત વિ બાંગ્લાદેશ
એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રેકોર્ડની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ટી 20 ફોર્મેટમાં બંને ટીમો ફક્ત બે વાર જ એકબીજા સામે ટકરાઈ છે. 2016ના એશિયા કપમાં બંને ટીમો ટકરાઈ હતી, જ્યાં ભારતનો બંને મેચમાં વિજય થયો હતો.
આ પણ વાંચો – અભિષેક શર્મા બન્યો સિક્સનો શહેનશાહ, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો
એશિયા કપ 2025માં ભારતનો ચારેય મેચમાં વિજય
એશિયા કપ 2025 માં બંને ટીમોના પ્રદર્શનની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ચાર મેચ રમ્યું છે. ભારત આ ચારેય મેચમાં અપરાજિત રહ્યું છે અને એકપણ મેચ હાર્યું નથી. બાંગ્લાદેશ પણ અત્યાર સુધીમાં ચાર મેચ રમ્યું છે. તેનો ગ્રુપ સ્ટેજમાં શ્રીલંકા સામે પરાજય થયો હતો.





