Asia Cup 2025, Ind vs Ban : એશિયા કપ 2025, ભારતનો ફાઇનલમાં પ્રવેશ, બાંગ્લાદેશ સામે 41 રને વિજય

India vs Bangladesh Asia Cup 2025 Match : એશિયા કપ 2025, અભિષેક શર્માના 37 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે 75 રન. કુલદીપ યાદવની 3 વિકેટ, ભારતનો સતત ચોથો વિજય

India vs Bangladesh Asia Cup 2025 Match : એશિયા કપ 2025, અભિષેક શર્માના 37 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે 75 રન. કુલદીપ યાદવની 3 વિકેટ, ભારતનો સતત ચોથો વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs Bangladesh Super 4 T20 Live score update in Gujarati

India vs Bangladesh Live Score Updates, T20I : એશિયા કપ 2025, ભારત વિ બાંગ્લાદેશ મેચ અપડેટ્સ

Ind vs Ban Super 4, India vs Bangladesh T20I Score Updates : અભિષેક શર્માના 75 રન બાદ કુલદીપ યાદવ (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે એશિયા કપ 2025માં બાંગ્લાદેશ સામે 41 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 19.3 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

બાંગ્લાદેશ : તન્ઝીદ હસન, શૈફ હસન, પરવેઝ હુસેન ઇમોન, તૌહિદ હૃદોય, જાકેર અલી (કેપ્ટન), શમીમ હુસેન, નાસુમ અહેમદ, રિશાદ હુસેન, તન્ઝીમ હસન શાકિબ, મોહમ્મદ સૈફુદ્દીન, મુસ્તાફિઝુર રહેમાન.

  • Sep 24, 2025 23:39 IST

    Ind vs Ban Live : ભારતનો એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ

    અભિષેક શર્માના 75 રન બાદ કુલદીપ યાદવ (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે એશિયા કપ 2025માં બાંગ્લાદેશ સામે 41 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 19.3 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.



  • Sep 24, 2025 23:28 IST

    Ind vs Ban Live : શૈફ હસન 69 રને આઉટ

    શૈફ હસન 51 બોલમાં 3 ફોર અને 5 સિક્સર સાથે 69 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો. બાંગ્લાદેશે 116 રને નવમી વિકેટ ગુમાવી,



  • Advertisment
  • Sep 24, 2025 23:13 IST

    Ind vs Ban Live : શૈફ હસનની અડધી સદી

    શૈફ હસને 36 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Sep 24, 2025 23:12 IST

    Ind vs Ban Live : બાંગ્લાદેશે 109 રને છઠ્ઠી વિકેટ ગુમાવી

    પરવેઝ હુસેન ઇમોન 19 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 21 રને કુલદીપ યાદવનો શિકાર બન્યો. તૌહિદ હૃદોય 7, શમીમહુસેન 0, જાકેર અલી 4 અને મોહમ્મદ સૈફુદીન 4 રને આઉટ થયા. બાંગ્લાદેશે 109 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • Sep 24, 2025 22:09 IST

    Ind vs Ban Live : તન્ઝીદ હસન આઉટ

    તન્ઝીદ હસન 3 બોલમાં 1 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો. બાંગ્લાદેશે 4 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Sep 24, 2025 21:57 IST

    Ind vs Ban Live : ભારતના 20 ઓવરમાં 6 વિકેટે 168 રન

    એશિયા કપ 2025 ના સુપર ફોર મુકાબલામાં બાંગ્લાદેશ સામે ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવી લીધા છે. બાંગ્લાદેશને જીતવા માટે 169 રનનો પડકાર મળ્યો છે.



  • Sep 24, 2025 21:56 IST

    Ind vs Ban Live : હાર્દિક પંડ્યાના 38 રન

    હાર્દિક પંડ્યા 29 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 38 રને આઉટ થયો. અક્ષર પટેલ 10 રને અણનમ રહ્યો. બાંગ્લાદેશ તરફથી રિસાદ હુસેને સૌથી વધારે 2 વિકેટ ઝડપી.



  • Sep 24, 2025 21:18 IST

    Ind vs Ban Live : સૂર્યકુમાર યાદવ આઉટ

    સૂર્યકુમાર યાદવ 11 બોલમાં 5 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનનો શિકાર બન્યો. જ્યારે તિલક વર્મા 7 બોલમાં 5 રન બનાવી કેચ આઉટ થયો.



  • Sep 24, 2025 21:02 IST

    Ind vs Ban Live : અભિષેક શર્મા 75 રને રન આઉટ

    અભિષેક શર્મા 37 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે 75 રન બનાવી રન આઉટ થયો. ભારતે 112 રને ત્રીજી વિકેટ ગુમાવી. આ પહેલા ભારતે 10.1 ઓવરમાં 100 રન બનાવ્યા હતા.



  • Sep 24, 2025 20:53 IST

    Ind vs Ban Live : શિવમ દુબે આઉટ

    શિવમ દુબે 3 બોલમાં 2 રન બનાવી રિસાદ હુસેનનો બીજો શિકાર બન્યો. ભારતે 83 રને બીજી વિકેટ ગુમાવી.



  • Sep 24, 2025 20:39 IST

    Ind vs Ban Live : અભિષેક શર્માની અડધી સદી

    અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કરતા 25 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Sep 24, 2025 20:38 IST

    Ind vs Ban Live : શુભમન ગિલ 29 રને આઉટ

    શુભમન ગિલ 19 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 29 રન બનાવી રિશાદ હુસેનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 77 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Sep 24, 2025 20:26 IST

    Ind vs Ban Live : ભારતની સંગીન શરૂઆત

    અભિષેક શર્મા અને શુભમન ગિલે ભારતની શાનદાર શરૂઆત અપાવી છે. ભારતે 5 ઓવરમાં 55 રન બનાવી લીધા છે. અભિષેક શર્મા 30 અને શુભમન ગિલ 24 રને રમતમાં છે.



  • Sep 24, 2025 19:47 IST

    Ind vs Ban Live : બાંગ્લાદેશ પ્લેઇંગ ઇલેવન

    તન્ઝીદ હસન, શૈફ હસન, પરવેઝ હુસેન ઇમોન, તૌહિદ હૃદોય, જાકેર અલી (કેપ્ટન), શમીમ હુસેન, નાસુમ અહેમદ, રિશાદ હુસેન, તન્ઝીમ હસન શાકિબ, મોહમ્મદ સૈફુદ્દીન, મુસ્તાફિઝુર રહેમાન.



  • Sep 24, 2025 19:47 IST

    Ind vs Ban Live : ભારત પ્લેઇંગ ઇલેવન

    અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.



  • Sep 24, 2025 19:35 IST

    Ind vs Ban Live : બાંગ્લાદેશે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    એશિયા કપ 2025 ના સુપર ફોર મુકાબલામાં ભારત સામે બાંગ્લાદેશના કેપ્ટન ઝાકિર અલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Sep 24, 2025 18:17 IST

    Ind vs Ban Live : એશિયા કપ ટી 20માં ભારત વિ બાંગ્લાદેશ હેડ ટુ હેડ

    એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રેકોર્ડની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ટી 20 ફોર્મેટમાં બંને ટીમો ફક્ત બે વાર જ એકબીજા સામે ટકરાઈ છે. 2016ના એશિયા કપમાં બંને ટીમો ટકરાઈ હતી, જ્યાં ભારતનો બંને મેચમાં વિજય થયો હતો.



  • Sep 24, 2025 17:03 IST

    Ind vs Ban Live : ભારત વિ બાંગ્લાદેશ હેડ ટુ હેડ રેકોર્ડ

    એશિયા કપ 2025 ટી 20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ ફોર્મેટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો બંને ટીમો અત્યાર સુધી 17 વખત એકબીજા સામે ટકરાઇ છે. 17 મેચમાંથી ભારતનો 16 મેચમાં વિજય થયો છે. બાંગ્લાદેશ ફક્ત એક મેચમાં જીત મેળવવા સફળ રહ્યું છે. બાંગ્લાદેશનો એકમાત્ર વિજય 2019માં થયો હતો.



  • Sep 24, 2025 17:02 IST

    Ind vs Ban Live : ભારત વિ બાંગ્લાદેશ વચ્ચે આજે મુકાબલો

    એશિયા કપ 2025 ના સુપર ફોર મુકાબલામાં બુધવારે ભારત બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સુપર ફોરની પ્રથમ મેચમાં બન્ને ટીમોએ પ્રથમ મેચમાં જીત મેળવી છે. એટલે આ મેચમાં જીતનાર ટીમની ફાઇનલમાં પહોંચવાની શક્યતા વધુ મજબૂત બનાવી દેશે.



એશિયા કપ ભારત ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવ ક્રિકેટ સ્પોર્ટ્સ