Ind vs Oma T20I, India vs Oman Score Updates today: સંજુ સેમસનની અડધી સદીની (56) મદદથી ભારતે એશિયા કપ 2025માં ઓમાન સામે 21 રને વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં ઓમાન 20 ઓવરમાં 4 વિકેટે 167 રન બનાવી શક્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજો વિજય મેળવ્યો છે. ભારત હવે 21 સપ્ટેમ્બરે સુપર-4 માં પાકિસ્તાન સામે ટકરાશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ.
ઓમાન : આમિર કાલીમ, જતિન્દર સિંઘ (કેપ્ટન), હામિદ મિર્ઝા, વિનાયક શુક્લા, શાહ ફૈઝલ, મોહમ્મદ નદીમ, આર્યન બિષ્ટ, ઝીકારા ઇસ્લામ, સમય શ્રીવાસ્તવ, શકીલ અહમદ, જીતેન રામાનંદી.





