Asia Cup 2025 India vs Pakistan Match : એશિયા કપ 2025ની છઠ્ઠી લીગ મેચમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતની જીત બાદ સુનિલ ગાવસ્કરે સોની સ્પોર્ટસ નેટવર્ક પર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને પાકિસ્તાનની ટીમ વિશે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ગાવસ્કરે એશિયા કપમાં ભારત માટે કયો દેશ વધુ ખતરો છે તે પણ જણાવ્યું હતું.
પાકિસ્તાનની નહીં કોઇ પોપટવાડી ટીમ છે
સુનીલ ગાવસ્કરને પૂછવામાં આવ્યું કે તેઓ આ જીતને કેવી રીતે જુએ છે. આ પછી તેમણે કહ્યું કે આ ભારતની મોટી જીત છે. તેમણે કહ્યું કે તે લાંબા સમયથી પાકિસ્તાનની ટીમ પર નજર રાખી રહ્યા છે, પરંતુ તેમણે પહેલીવાર આવી ટીમ જોઈ છે. એવું લાગતું હતું કે આ પાકિસ્તાનની નહીં કોઇ પોપટવાડી ટીમ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને ટોસ જીતીને બેટીંગ પસંદ કરી કારણ કે તેમને લાગ્યું કે તેઓ મોટો સ્કોર કરીને ભારતને દબાણમાં મૂકશે પણ તેમ થઈ શક્યું ન હતું.
શ્રીલંકા અને અફઘાનિસ્તાનથી ભારતને ખતરો
એશિયા કપમાં ભારતને કોણ વધારે ટક્કર આપશે. તેના જવાબમાં ગાવસ્કરે કહ્યું કે ભારતને શ્રીલંકાની ટીમ ટક્કર આપી શકે છે. આ માટેનું કારણ સમજાવતાં તેમણે કહ્યું કે શ્રીલંકાની ટીમની બેટીંગ, બોલિંગ બધુ જ શાનદાર છે અને તેઓ સારો દેખાવ કરી રહ્યા છે અને તેણે અફઘાનિસ્તાનનું નામ પણ લીધું હતું. ગાવસ્કરે અફઘાનિસ્તાનને અનપ્રીડિક્ટેબલ ટીમ ગણાવી હતી અને સ્પષ્ટપણે કહ્યું હતુ કે ભારતે આ બંને ટીમોથી બચવું પડશે.
આ પણ વાંચો – VIDEO: પાકિસ્તાનના રાષ્ટ્રગીતને બદલે આ શું વગાડવામાં આવ્યું?
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 127 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 131 રન બનાવી લીધા હતા.





