India vs Pakistan Match Tickets : એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ મુકાબલો થશે. આ મેચ દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સામાન્ય રીતે ભારત પાકિસ્તાન મેચનો ક્રેઝ હોય છે પણ આ વખતે તે જોવા મળતો નથી. મેચના બે દિવસ પહેલા સુધી મેચની લગભગ 50 ટકા ટિકિટો વેચાઈ નથી. ચાલો આ પાછળના કારણો સમજીએ.
શું ચાહકો મેચનો બહિષ્કાર કરી રહ્યા છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ ઇતિહાસમાં કદાચ આ પહેલી વાર છે, જ્યારે ભારત અને પાકિસ્તાન મેચની ટિકિટો મેચ પહેલા સુધી ઉપલબ્ધ થવા જઈ રહી છે. ઇન્ડિયા ટુડેના અહેવાલમાં જણાવાયું છે કે ભારત અને પાકિસ્તાન મેચની લગભગ 50 ટકા ટિકિટો વેચાઈ નથી. આનું પહેલું કારણ એ હોઈ શકે છે કે ભારતીય ચાહકો આ મેચનો બહિષ્કાર કરી રહ્યા છે અને તેઓ BCCI, ભારત સરકાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને સમગ્ર ક્રિકેટ સમુદાયને બતાવવા માંગે છે કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ સ્તરે ક્રિકેટ જોવાનું પસંદ કરશે નહીં.
આવું એટલા માટે પણ થઈ રહ્યું છે કારણ કે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ પહેલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા નષ્ટ કર્યા હતા. પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું હતું અને આ હુમલાઓ રોકવા માટે વિનંતી કરી હતી. ભારત સરકારે સંમતિ આપી હતી.
આ પણ વાંચો – ક્રિકેટર રિંકુ સિંહે જણાવ્યું કે પ્રિયા સરોજ સાથે કેવી રીતે થઇ હતી પ્રેમની શરૂઆત, જુઓ VIDEO
બીજી તરફ ભારતીય ક્રિકેટ ચાહકો ગુસ્સે હતા કે ભારત સરકાર અને BCCI એ પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર ન કર્યો. આ ગુસ્સો હવે ટિકિટ બારી પર દેખાઈ રહ્યો છે. જે મેચોની ટિકિટ બ્લેકમાં મળતી હોય છે તે મેચની ટિકિટો વેચાઈ રહી નથી.
મેચનો ક્રેઝ ઓછો થઇ રહ્યો છે
બીજું કારણ એ પણ હોઈ શકે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ક્રેઝ પણ ઓછો થયો છે કારણ કે પાકિસ્તાનની ટીમ હવે તે નબળી થઇ ગઇ છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે છેલ્લી 5 વ્હાઇટ બોલની મેચમાં એકતરફી રીતે જીત મેળવી છે. આ બતાવે છે કે પાકિસ્તાનની ટીમ ભારત સાથે સ્પર્ધા કરી શકતી નથી. પાકિસ્તાની ચાહકો પણ આ અંગે ગુસ્સે છે. દરેક મેચ પછી સોશિયલ મીડિયા પર તેમનો ગુસ્સો જોઈ શકો છો.





