Ind vs SL T20I match 2025 Score Updates: એશિયા કપ 2025માં સુપર 4 રાઉન્ડની અંતિમ મેચમાં ભારતે આપેલા 203 રનના પડકાર સામે શ્રીલંકાએ 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવતા મેચ ટાઇ પડી હતી. આ પછી ભારતે સુપર ઓવરમાં વિજય મેળવ્યો હતો. સુપર ઓવરમાં શ્રીલંકાએ ફક્ત 2 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ બોલે 3 રન બનાવી મેચ જીતી લીધી હતી. સૂર્યકુમાર યાદવે પ્રથમ બોલે 3 રન બનાવી લીધા હતા. શ્રીલંકા તરફથી કુશલ પરેરા 00 અને દાનુશ શનાકા 00 રને આઉટ થયા હતા. કામિન્દુ મેન્ડિસે 1 રન બનાવ્યો હતો. સુપર ઓવરમાં ભારત તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી
ભારત અને શ્રીલંકા પ્લેઇંગ ઇલેવન
ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.
શ્રીલંકા : પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, ચરિથ અસલંકા (કેપ્ટન), દાસુન શનાકા, કામિન્દુ મેન્ડિસ, જાનીથ લિયાંગે, વાનિન્દુ હસારંગા, મહેશ તીક્ષણા, દુષ્મંતા ચમીરા, નુવાન તુષારા.





