Ind vs UAE T20I, India vs UAE Score Updates : કુલદીપ યાદવ (4 વિકેટ) અને શિવમ દુબેના (3 વિકેટ) તરખાટની મદદથી ભારતે એશિયા કપમાં યુએઈ સામે 9 વિકેટે વિજય મેળવ્યો છે. યુએઈ 13.1 ઓવરમાં 57 રને ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 4.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. ભારત તરફથી અભિષેક શર્માએ 16 બોલમાં 30, શુભમન ગિલે 9 બોલમાં 20 રન અને સૂર્યકુમાર યાદવે 2 બોલમાં 7 રન બનાવ્યા હતા. ભારત હવે 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમશે.
ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે શિવમ દુબેએ 3, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને બુમરાહે 1-1 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકિપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ
યુએઈ: મુહમ્મદ ઝોહૈબ, મુહમ્મદ વસીમ (કેપ્ટન), આસિફ ખાન, આલીશાન શરાફુ, રાહુલ ચોપરા (વિકેટકિપર), ધ્રુવ પરાશર, હર્ષિત કૌશિક, હૈદર અલી, મુહમ્મદ રોહિદ, જુનેદ સિદ્દીક, સિમરનજીત સિંહ.