એશિયા કપ 2025 ની બધી જ ટીમો વિશે એક ક્લિકમાં જાણો, ભારતમાં લાઇવ મેચ ક્યાં જોવા મળશે?

Asia Cup 2025 : એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે

Written by Ashish Goyal
Updated : September 08, 2025 23:27 IST
એશિયા કપ 2025 ની બધી જ ટીમો વિશે એક ક્લિકમાં જાણો, ભારતમાં લાઇવ મેચ ક્યાં જોવા મળશે?
Asia Cup 2025 : એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે (તસવીર - @ACCMedia1)

Asia Cup 2025 : એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.

ભારત બુધવારે 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. ફાઇનલ 28 સપ્ટેમ્બરે યોજાશે.

ભારતમાં એશિયા કપ લાઇવ મેચ ક્યાં જોવા મળશે?

તમે ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર એશિયા કપ 2025 મેચનો આનંદ માણી શકો છો. જ્યારે એશિયા કપ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લીવ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

ભારત સહિત તમામ ટીમો અહીં જુઓ

ભારત : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ.

શ્રીલંકા : ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, નુવાનીદુ ફર્નાન્ડો, કામિન્દુ મેન્ડિસ, કામિલ મિશારા, દાસુન શનાકા, વાનિન્દુ હસરંગા, ડુનિથ વેલલાગે, ચમિકા કરૂણારત્ને, મહેશ તિક્ષાના, દુશમથા ચમીરા, બિનુરો ફર્નાન્ડો, નુવાન તુષારા, મથીશા પથિરાના.

પાકિસ્તાન: સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જૂનિયર, સાહિબજાદા ફરહાન, સઇમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફિયાન મોકીમ.

આ પણ વાંચો – એશિયા કપ 2025 : સંજુ સેમસન કે જિતેશ શર્મા, પ્લેઇંગ ઇલેવનમાં કોણ છે વધારે બેસ્ટ, ગાવસ્કરે કહી આવી વાત

બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), તન્જીદ હસન, પરવેઝ હુસૈન ઈમોન, સૈફ હસન, તૌહીદ હૃદયોય, જેકર અલી અનિક, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહન, શેક મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તન્ઝીમ હસન શાકિબ, તસ્કીન અહમદ, શૈફઉદ્દીન, શોરફુલ ઈસ્લામ.

અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, દરવિશ રસૂલી, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરજઈ, કરીમ જનત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહેમદ, ફરિદ મલિક, નવીન ઉલ હક, ફજલહક ફારુકી.

હોંગકોંગ: યાસીમ મુર્તજા (કેપ્ટન), બાબર હયાત, ઝીશાન અલી, નિયાઝકત ખાન મોહમ્મદ, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમન રથ, કલ્હણ માર્ક ચલ્લુ, આયુષ શુક્લા, મોહમ્મદ એઝાઝ ખાન, અતીક ઉલ રહેમાન ઇકબાલ, કિંચિત શાહ, અલી હસન, શાહિદ વાસિફ, ગઝનફર મોહમ્મદ, મોહમ્મદ વહીદ, એહસાન ખાન.

UAE : મુહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફુ, અર્યાશ શર્મા, આસિફ ખાન, ધ્રુવ પરાશર, એથન ડિસુઝા, હૈદર અલી, હર્ષિત કૌશિક, જુનેદ સિદ્દીકી, મતિઉલ્લાહ ખાન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ જવાદુલ્લાહ, મુહમ્મદ જૌહૈબ, રાહુલ ચોપરા, રોહીદ ખાન, સિમરનજીત ખાન, સગીર ખાન.

ઓમાન: જતિન્દર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિષ્ટ, કરણ સોનાવાલે, જિક્રિયા ઈસ્લામ, હસનૈન અલી શાહ, ફૈઝલ શાહ, મોહમ્મદ ઈમરાન, નદીમ ખાન, શકીલ અહેમદ, સમય શ્રીવાસ્તવ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ