કોણ છે સિમરનજીત સિંહ? 3 વિકેટ ઝડપી પાકિસ્તાનને કમર તોડી, શુભમન ગિલ સાથે છે ખાસ કનેક્શન

Who Is Simranjeet Singh : યુએઈના સિમરનજીત સિંહે પાકિસ્તાન સામે 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે ફખર ઝમાન, હસન નવાઝ અને ખુશદિલ શાહને આઉટ કર્યા હતા

Written by Ashish Goyal
Updated : September 18, 2025 15:25 IST
કોણ છે સિમરનજીત સિંહ? 3 વિકેટ ઝડપી પાકિસ્તાનને કમર તોડી, શુભમન ગિલ સાથે છે ખાસ કનેક્શન
યુએઈના ફાસ્ટ બોલર સિમરનજીતે પાકિસ્તાન સામે 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી (તસવીર - @ACCMedia1)

Who Is Simranjeet Singh : એશિયા કપ 2025 માં સંયુક્ત આરબ અમીરાતે (યુએઈ) બુધવારે પાકિસ્તાનની ટીમની સ્થિતિ બગડી દીધી હતી. પાકિસ્તાનની ટીમ સુપર-4 સુધી પહોંચવા માટે નિર્ણાયક મેચમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી. આખો શ્રેય ડાબોડી સ્પિનર સિમરનજીત સિંહને જાય છે, જેને આ મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ જવાદુલ્લાહની જગ્યાએ રમવા મળ્યો હતો.

સિમરનજીતે ફખર ઝમાનને 50, હસન નવાઝને 3 અને ખુશદિલ શાહને 4 રને પેવેલિયનમાં મોકલી દીધા હતા. સિમરનજીતે 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મૂળ લુધિયાણાના રહેવાસી સિમરનજીતનું ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથે ખાસ સંબંધ છે.

શુભમન ગિલને બોલિંગ કરતો હતો

35 વર્ષીય સિમરનજીત સિંહે ભારત સામેની મેચ પહેલા કહ્યું હતું કે તે મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં શુભમન ગિલને પ્રેક્ટિસ કરાવતો હતો. ત્યારે ગિલની ઉંમર 11-12 વર્ષની હશે. આ 2011-12ની વાત છે. સિમરનજીત પંજાબમાં ઘણી જિલ્લા ક્રિકેટમાં રમ્યો હતો. 2017માં તેને રણજીમાં તક મળી હતી. તે આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ (પંજાબ કિંગ્સ) માટે નેટ બોલર પણ હતો.

કોરોના મહામારીએ જીવન બદલી નાખ્યું

જ્યારે સિમરનજીતને પૂરતી તકો મળી ન હતી, ત્યારે તેને અહેસાસ થયો હતો કે ભારતમાં ક્રિકેટ રમવાનું તેનું સ્વપ્ન પૂરું થશે નહીં. કોરોના મહામારીએ સિમરનજીતનું ક્રિકેટ રમવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરી હતી. તે એપ્રિલ 2021માં 20 દિવસ માટે દુબઈ આવ્યો હતો. કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. સિમરનજીતને યુએઈમાં રહેવાની ફરજ પડી હતી. તે પછી તેનું જીવન બદલાઈ ગયું હતું.

આ પણ વાંચો – એશિયા કપ 2025, પાકિસ્તાન સુપર-4માં ક્વોલિફાય, રવિવારે ભારત સામે ટકરાશે

તેણે જુનિયર ખેલાડીઓને કોચિંગ આપીને કમાણી શરૂ કરી હતી

2021માં દુબઈમાં સ્થાયી થયા બાદ સિમરનજીતે જુનિયર ખેલાડીઓને કોચિંગ આપીને કમાણી શરૂ કરી હતી. સિમરનજીતને યુએઈ તરફથી રમવા માટે ડોમેસ્ટીક ક્રિકેટની ત્રણ સિઝન રમવાની જરુર હતી અને જ્યારે તે માપદંડ પર ખરા ઉતર્યો ત્યારે તેણે હેડ કોચ લાલચંદ રાજપૂતનો સંપર્ક સાધ્યો હતો અને તેને ટ્રાયલ માટે વિનંતી કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ