PAK vs BAN Asia Cup match 2025 Score Updates: બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાને એશિયા કપ 2025ના સુપર 4 માં મુકાબલામાં બાંગ્લાદેશ સામે 11 રને વિજય મેળવ્યો છે. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 135 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે 20 ઓવરમાં 9 વિકેટે 124 રન બનાવ્યા હતા. આ જીત સાથે પાકિસ્તાને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 28 સપ્ટેમ્બરને રવિવારે ભારત સામે ફાઇનલમાં ટકરાશે..
બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન
પાકિસ્તાન : સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, શેમ અયુબ, હુસૈન તલાત, મોહમ્મદ હારિસ, સલમાન આગા (કેપ્ટન), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ, અબરાર અહમદ.
બાંગ્લાદેશ : શૈફ હસન, પરવેઝ હુસેન ઇમોન, તૌહિદ હૃદોય, જાકેર અલી (કેપ્ટન), શમીમ હુસેન, નુરુલ હસન, રિશાદ હુસેન, તન્ઝીમ હસન શાકિબ, મહેંદી હસન, તસ્કિન અહેમદ, મુસ્તાફિઝુર રહેમાન.





