PAK vs OMA T20I, Pakistan vs Oman Score Updates Today : મોહમ્મદ હારિસની અડધી સદી (66) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાને એશિયા કપ 2025માં ગ્રુપ-એ ની મેચમાં ઓમાન સામે 93 રને વિજય મેળવ્યો છે. પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં ઓમાન 16.4 ઓવરમાં 67 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. પાકિસ્તાન હવે 14 સપ્ટેમ્બરે ભારત સામે ટકરાશે.
ઓમાન ઇનિંગ્સ
-પાકિસ્તાન તરફથી સેમ અયુબ, સુફિયાન મોહમ્મદ અને ફહીમ અશરફે 2-2 વિકેટ ઝડપી.
-ઝીકારા ઇસ્લામ ખાતું ખોલાયા વિના અને શાહ ફૈઝલ 1 રને આઉટ.
-હમદ મિર્ઝાના 23 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 27 રન.
-વિનાયક શુક્લા 2 રને રન આઉટ થયો.
-મોહમ્મદ નમીદ 3, સુફિયાન મોહમ્મદ 1 રને આઉટ.
-આમિર કાલીમ 11 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 13 રને એલબી આઉટ થયો.
-જતિન્દર સિંઘ 3 બોલમાં 1 રન બનાવી સૈમ અયુબની ઓવરમાં આઉટ થયો.
પાકિસ્તાન ઇનિંગ્સ
-ઓમાન તરફથી આમિર કાલીમ અને શાહ ફૈઝલે 3-3 વિકેટ ઝડપી.
-ફખર ઝમાન 16 બોલમાં 2 ફોર સાથે 23 રને અણનમ રહ્યો.
-ફહીમ અશરફ 4 બોલમાં 1 ફોર સાથે 8 રને આઉટ.
-મોહમ્મદ નવાઝ 10 બોલમાં 4 ફોર સાથે 19 રન બનાવી શાહ ફૈઝલનો શિકાર બન્યો.
-હસન નવાઝ 15 બોલમાં 9 રન બનાવી શાહ ફૈઝલની ઓવરમાં કેચ આઉટ થયો.
-સલમાન આગા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના કેચ આઉટ.
-મોહમ્મદ હારિસ 43 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે 66 રને આમિર કાલીમનો શિકાર બન્યો.
-પાકિસ્તાને 12.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-મોહમ્મદ હારિસે 32 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-સેમ અયુબ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના શાહ ફૈઝલની ઓવરમાં એલબી આઉટ
– પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો – એશિયા કપ 2025 : ભારત વિ પાકિસ્તાન મેચ ની અડધી ટિકિટો પણ વેચાઇ નથી, જાણો શું છે કારણ
બન્ને ટીમો આ પ્રમાણે છે
પાકિસ્તાન : સાહિબજાદા ફરહાન, સેમ અયુબ, ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), મોહમ્મદ હારિસ, હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ, અબરાર અહમદ.
ઓમાન : આમિર કાલીમ, જતિન્દર સિંઘ (કેપ્ટન), હામિદ મિર્ઝા, વિનાયક શુક્લા, હસનીન શાહ, શાહ ફૈઝલ, મોહમ્મદ નદીમ, ઝીકારા ઇસ્લામ, સુફિયાન મોહમ્મદ, સમય શ્રીવાસ્તવ, શકીલ અહમદ.





