PAK vs Oman T20 Match, Pakistan And Oman Playing 11 Team : એશિયા કપ 2025 મેન્સ ટી 20 માં પાકિસ્તાન શુક્રવારથી ઓમાન સામે પોતાનું અભિયાન શરૂ કરશે. આ ગ્રુપ-એ ની બીજી મેચ હશે. અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ-એ ની પ્રથમ મેચમાં ભારતે યુએઈને નવ વિકેટથી હરાવ્યું હતું.
પાકિસ્તાને તાજેતરમાં ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લીધો હતો જેમાં યુએઈ અને અફઘાનિસ્તાન જેવી ટીમો હતી. તમામ મેચો શારજાહમાં યોજાઈ હતી. પાકિસ્તાને ફાઈનલમાં અફઘાન ટીમને હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. તેઓએ ટૂર્નામેન્ટમાં તેમની 5 મેચમાંથી 4 મેચ જીતી હતી.
ત્રિકોણીય શ્રેણીથી સલમાન આગા એન્ડ કંપનીનો આત્મવિશ્વાસ વધ્યો હશે. ત્રિકોણીય શ્રેણી દરમિયાન પાકિસ્તાને ફાસ્ટ બોલરોને રોટેડ કર્યા હતા. જોકે હવે તે એશિયા કપ 2025માં ભારત સામેની મેચ અગાઉ ઓમાન સામે પોતાની સર્વશ્રેષ્ઠ ઈલેવનને મેદાનમાં ઉતારી શકે છે.
પગાર વિવાદની અસર થઈ શકે છે
ઓમાન આકરી લડત આપવાની આશા રાખશે. જતિન્દર સિંઘની આગેવાની હેઠળની ઓમાન આ ટૂર્નામેન્ટમાંથી એશિયાની મોટી ટીમો સામે શીખવા માંગશે. જોકે તાજેતરના પગાર વિવાદનો અર્થ એ થયો છે કે ઓમાનની મોટાભાગની ટીમ નવી છે, જેના કારણે આખરી ઈલેવન નક્કી કરવી મુશ્કેલ બની રહી છે.
આ પણ વાંચો – વિઝડને 21મી સદીની વર્લ્ડ ટેસ્ટ ઇલેવન પસંદગી કરી, સચિન, લારા, કોહલીને સ્થાન નહીં
પાકિસ્તાન સંભવિત પ્લેઇંગ ઇલેવન
પાકિસ્તાન : સલમાન અલી આગા (કેપ્ટન), મોહમ્મદ હારિસ, સાહિબજાદા ફરહાન, સેમ અયુબ, ફખર ઝમાન, હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, અબરાર અહમદ.
ઓમાન સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઓમાન : જતિન્દર સિંઘ (કેપ્ટન), વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેડેરા, મોહમ્મદ નદીમ, આર્યન બિષ્ટ, કરણ સોનાવાલે, ફૈઝલ શાહ, મોહમ્મદ ઇમરાન, સમય શ્રીવાસ્તવ, શકીલ અહમદ.





