Asia Cup 2025, SL vs Pak : એશિયા કપ 2025, શ્રીલંકા સામે પાકિસ્તાને જીત મેળવી ફાઇનલની આશા જીવંત રાખી

Asia Cup 2025, SLanka vs Pakistan Score : એશિયા કપ 2025માં સુપર 4 માં પાકિસ્તાનનો શ્રીલંકા સામે 5 વિકેટે વિજય, સતત બીજા પરાજય સાથે શ્રીલંકાના અભિયાનનો લગભગ અંત આવ્યો

Asia Cup 2025, SLanka vs Pakistan Score : એશિયા કપ 2025માં સુપર 4 માં પાકિસ્તાનનો શ્રીલંકા સામે 5 વિકેટે વિજય, સતત બીજા પરાજય સાથે શ્રીલંકાના અભિયાનનો લગભગ અંત આવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Asia Cup 2025, Sri Lanka vs Pakistan live score

Asia Cup 2025, SL vs Pak : પાકિસ્તાન વિ શ્રીલંકા મેચ અપડેટ્સ

Asia Cup 2025, SLanka vs Pakistan Super 4, Match Cricket Score : બોલરોના શાનદાર પ્રદર્શન પછી મોહમ્મદ નવાઝના અણનમ 38 રનની મદદથી પાકિસ્તાને એશિયા કપ 2025ના સુપર 4 મુકાબલામાં શ્રીલંકા સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટે 133 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે પાકિસ્તાને ફાઇનલની આશા જીવંત રાખી છે. બીજી તરફ શ્રીલંકાના અભિયાનનો લગભગ અંત આવ્યો છે.

Advertisment

પાકિસ્તાન ઇનિંગ્સ

-મોહમ્મદ નવાઝના 24 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 38 રન

-હુસૈન તલતના 30 બોલમાં 4 ફોર સાથે અણનમ 32 રન.

-પાકિસ્તાને 14.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-મોહમ્મદ હારિસ 11 બોલમાં 1 ફોર સાથે 13 રન બનાવી ચામીરાની ઓવરમાં બોલ્ડ.

-સલમાન આગા 6 બોલમાં 5 રન બનાવી હસરંગાની ઓવરમાં એલબી આઉટ થયો.

-સેમ અયબુ ફરી ફ્લોપ રહેતા 2 રને હસરંગાની ઓવરમાં બોલ્ડ થયો.

-ફરહાન ઝમાન 19 બોલમાં 2 ફોર સાથે 17 રને કેચ આઉટ થયો.

-ફરહાન 15 બોલમાં 1 ફોર અને 2 સિક્સ સાથે 24 રન બનાવી મહેશ તિક્ષણાની ઓવરમાં આઉટ.

શ્રીલંકા ઇનિંગ્સ

-પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

-કામિન્દુ મેન્ડિસના 44 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 50 રન.

-વાહિન્દુ હસરંગા 13 બોલમાં 2 ફોર સાથે 15 રને અબરાર અહમદની ઓવરમાં બોલ્ડ થયો.

-દાસુન શનાકા પ્રથમ બોલે હુસૈન તલતનો શિકાર બન્યો.

-ચરિથ અસલંકા 19 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 20 રને આઉટ.

-કુશલ પરેરા 12 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 15 રને હારિસ રઉફની ઓવરમાં કેચ આઉટ.

Advertisment

-પથુમ નિશાંકા 7 બોલમાં 1 સિક્સર સાથે 8 રન બનાવી આફ્રિદીનો બીજો શિકાર બન્યો.

-કુશલ મેન્ડિસ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના શાહિન શાહ આફ્રિદીની ઓવરમાં કેચ આઉટ થયો.

-પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - એશિયા કપ 2025, ભારત વિ બાંગ્લાદેશ હેડ ટુ હેડ રેકોર્ડ, જાણો કોનું છે પ્રભુત્વ

બન્ને ટીમો આ પ્રમાણે છે

શ્રીલંકા : પથુમ નિશાંકા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, ચરિથ અસલંકા (કેપ્ટન), દાસુન શનાકા, કામિન્દુ મેન્ડિસ, ચામિકા કરુણારત્ને, વાનિંદુ હસરંગા, મહેશ તિક્ષણા, દુષ્મન્થા ચમીરા, નુવાન તુશારા.

પાકિસ્તાન : સેમ અયુબ, સાહિબઝાદા ફરહાન, ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), હુસૈન તલત, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, હરિસ રૌફ, અબરાર અહેમદ.

એશિયા કપ શ્રીલંકા ક્રિકેટ ટીમ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ