PAK vs UAE 10th T20I match, Pakistan vs UAE Score Updates today: ફખર ઝમાનના 50 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાને એશિયા કપ 2025માં યુએઈ સામે 41 રને વિજય મેળવ્યો છે. પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવ્યા હતા. જવાબમાં યુએઈ 17.4 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે પાકિસ્તાને સુપર-4માં ક્વોલિફાય કરી લીધું છે. રવિવારે 21 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન સુપર 4 માં ટકરાશે.
યુએઈ ઇનિંગ્સ
-રાહુલ ચોપરા 35 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 35 રને આઉટ.
-આસિફ ખાન 4 બોલમાં ખાતું ખોલાયા વિના અબરાર અહમદની ઓવરમાં બોલ્ડ થયો.
-ધ્રુવ પરાશર 23 બોલમાં 1 ફોર સાથે 20 રને આઉટ.
-મોહમ્મદ ઝૌહેબ 9 બોલમાં 4 રને સેમ અયુબની ઓવરમાં બોલ્ડ થયો.
-મોહમ્મદ વસીમ 15 બોલમાં 2 ફોર સાથે 14 રને કેચ આઉટ થયો.
-આલીશાન શરાફુ 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે શાહિન શાહ આફ્રિદીની ઓવરમાં બોલ્ડ.
પાકિસ્તાન ઇનિંગ્સ
-યુએઈ તરફથી જુનૈદ સિદ્દીકીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી. સિમરનજીત સિંહને 3 વિકેટ મળી.
-શાહિન શાહ આફ્રિદીના 14 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 29 રન.
-મોહમ્મદ હારિસ 14 બોલમાં 3 ફોર સાથે 18 રને બોલ્ડ થયો.
-ખુશદીલ શાહ 4 અને મોહમ્મદ નવાઝ 4 રને આઉટ.
-હસન નવાઝ 4 બોલમાં 3 રને સિમરજીત સિંહની ઓવરમાં એલબી આઉટ.
-ફખર ઝમાન 36 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 50 રને કેચ આઉટ થયો.
-સલમાન આગા 27 બોલમાં 2 ફોર સાથે 20 રને પરાશરની ઓવરમાં આઉટ.
-સાહિબજાદા ફરહાન 12 બોલમાં 5 રને જુનેદ સિદ્દીકીનો બીજો શિકાર બન્યો.
-સેમ અયુબ 2 બોલમાં ખાતું ખોલાયા વિના જુનેદ સિદ્દીકીની ઓવરમાં આઉટ.
-સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના કેપ્ટન મોહમ્મદ વસીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો – ઇજ્જત ગુમાવી હોવા છતા એશિયા કપમાંથી નહીં હટે પાકિસ્તાન, જાણો કેમ
પાકિસ્તાનના ડ્રામાના કારણે મેચ એક કલાક લેટ શરુ થઇ
પાકિસ્તાનના ડ્રામાના કારણે મુકાબલો એક કલાક મોડો શરુ થયો છે. આ મેચ પહેલા ડ્રામા સર્જાયો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ મેચ પહેલા રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની વિનંતી કરતો બીજો ઈમેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ને મોકલ્યો હતો. જોકે આઈસીસીએ બીજી વખત આ વિનંતી ફગાવી દીધી હતી. આ પછી પાકિસ્તાને નહીં રમવાનો ડ્રામા કર્યો હતો. ટોસ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે યોજાવાનો છે અને પાકિસ્તાનની ટીમ નિર્ધારિત સમય થયો હોવા છતા હોટલમાં હતી. જોકે આ પછી ટીમ સ્ટેડિયમ માટે રવાના થઇ હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પાકિસ્તાન : સાહિબજાદા ફરહાન, સેમ અયુબ, મોહમ્મદ હારિસ, ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), ખુશદીલ શાહ, હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, અબરાર અહમદ.
યુએઈ: આલીશાન શરાફુ, મોહમ્મદ વસીમ (કેપ્ટન), આસિફ ખાન, મોહમ્મદ ઝોહૈબ, રાહુલ ચોપરા, ધ્રુવ પરાશર, હર્ષિત કૌશિક, હૈદર અલી, મોહમ્મદ રોહિદ ખાન, જુનેદ સિદ્દીકી, સિમરનજીત સિંહ.





