એશિયા કપ 2025 : સંજુ સેમસન કે જિતેશ શર્મા, પ્લેઇંગ ઇલેવનમાં કોણ છે વધારે બેસ્ટ, ગાવસ્કરે કહી આવી વાત

એશિયા કપ 2025 માં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોને તક આપવી જોઈએ સંજુ સેમસન કે પછી જિતેશ શર્મા ને, તે નિશ્ચિતપણે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે પરેશાનીનો વિષય બની રહેશે કારણ કે બંને શાનદાર ખેલાડીઓ છે

Written by Ashish Goyal
Updated : September 06, 2025 15:23 IST
એશિયા કપ 2025 : સંજુ સેમસન કે જિતેશ શર્મા, પ્લેઇંગ ઇલેવનમાં કોણ છે વધારે બેસ્ટ, ગાવસ્કરે કહી આવી વાત
Asia Cup 2025 : એશિયા કપ 2025માં સંજૂ સેમસનના બેટિંગ ઓર્ડરની જોરશોરથી ચર્ચા થઈ રહી છે (તસવીર - સોશિયલ મીડિયા)

Asia Cup 2025 : એશિયા કપ 2025માં સંજુ સેમસનના બેટિંગ ઓર્ડરની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે શુમમન ગિલના આવવાથી સંજુ ઓપનિંગની પોઝિશન ગુમાવી બેસશે અને તે નીચલા ક્રમ પર બેટિંગ કરવામાં બહુ સહજ ન હોવાથી જીતેશ શર્માને રમાડવામાં આવી શકે છે. બીજી તરફ ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે સંજુને લોઅર ઓર્ડરમાં બેટીંગ કરવાની છૂટ મળવી જોઈએ અને તેને પ્લેઈંગ ઈલેવનમાં જ રાખવો જોઈએ.

હવે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોને તક આપવી જોઈએ સંજુ સેમસન કે પછી જિતેશ શર્મા ને, તે નિશ્ચિતપણે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે પરેશાનીનો વિષય બની રહેશે કારણ કે બંને શાનદાર ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતુ કે આ બંનેમાંથી કોને અંતિમ અગિયારમાં સમાવવા જોઈએ.

જિતેશ કરતા સંજુ સેમસન વધુ સારો વિકલ્પ છે

સંજુ સેમસનના ભૂતકાળના પ્રદર્શનને જોતા ગાવસ્કરનું માનવું છે કે તેણે એશિયા કપ 2025માં ત્રીજા નંબર પર રમવું જોઈએ અથવા છઠ્ઠા નંબર પર ફિનિશર તરીકે બેટિંગ કરવી જોઈએ. ગાવસ્કરે ક્રિકેટ ડોટ કોમના હવાલાથી સોની સ્પોર્ટ્સ પર કહ્યું કે કોઈપણ પસંદગી સમિતિ માટે તે મોટી ચિંતાનો વિષય છે કે તમારી પાસે બે સક્ષમ બેટ્સમેન છે અને સંજુ જેવી વ્યક્તિ જે ત્રીજા ક્રમે બેટિંગ કરી શકે છે અને જો જરૂર પડે તો છઠ્ઠા ક્રમે ફિનિશર તરીકે રહે છે.

આ પણ વાંચો – એશિયા કપ ચેમ્પિયન લિસ્ટ, જાણો કઇ સિઝનમાં કઇ ટીમ વિજેતા બની, કોણે જીત્યા છે સૌથી વધારે ટાઇટલ

શુભમન ગિલની સારું પ્રદર્શન કરવાની ક્ષમતા

ગાવસ્કરે વધુમાં જણાવ્યું હતું કે જીતેશ શર્માએ તાજેતરમાં જ આઇપીએલ 2025માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ મને લાગે છે કે સંજુ સેમસનને તક મળી શકે છે. તેમણે સ્વીકાર્યું કે સંજુ સેમસન પ્લેઇંગ ઇલેવન માટે વધુ સારી પસંદગી છે. ગિલ વિશે વાત કરતા તેમણે કહ્યું તે આઈપીએલમાં ખૂબ જ સફળ રહ્યો છે અને ટી-20માં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. તે જે પ્રકારનું ફોર્મ રમી રહ્યો છે તે ટીમ માટે સારો સંકેત છે, સાથે જ તેણે ઈંગ્લેન્ડ પ્રવાસમાં 750થી વધુ રન ફટકાર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ