Asia Cup 2025 Schedule : એશિયા કપ 2025નું આયોજન ભારતની યજમાનીમાં સંયુક્ત અરબ અમિરાતના દુબઈ અને અબુધાબીમાં કરશે. આ ટૂર્નામેન્ટનો પ્રારંભ 9 સપ્ટેમ્બરે થશે અને 28 સપ્ટેમ્બર સુધી યોજાશે. આ ટૂર્નામેન્ટમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે.
એશિયા કપમાં કુલ 19 મુકાબલા રમાશે
એશિયા કપની આ સિઝનમાં કુલ 19 મુકાબલા ખેલાશે, જેમાં 8 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિઝનની તમામ મેચ યુએઈમાં બે સ્થળો એટલે કે અબુધાબી અને દુબઈમાં રમાશે. બધી મેચો ભારતીય સમય પ્રમાણે રાત્રે 7.30થી શરુ થશે.
આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં યોજાશે
ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં આવતા વર્ષે ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આવી સ્થિતિમાં એશિયા કપનું આયોજન ટી-20 ફોર્મેટમાં થશે. એશિયા કપની અગાઉની આવૃત્તિ 2023ના ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ વન ડે ફોર્મેટમાં રમાઈ હતી.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાઈ શકે છે
આ વખતે બન્ને ગ્રુપમાંથી બે-બે ટીમો સુપર ફોરમાં ક્વોલિફાય થશે. ત્યાર બાદ સુપર ફોરમાં દરેક ટીમ એક-એક વખત અન્ય ત્રણ ટીમો સામે ટકરાશે. સુપર ફોર સ્ટેજની ટોચની બે ટીમો ફાઈનલ રમશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં ત્રણ વખત ટકરાઈ શકે છે. બન્નેની ગ્રુપ સ્ટેજની મેચ 14મી સપ્ટેમ્બરે યોજાવાની છે. બંને સુપર ફોર સ્ટેજ માટે સાથે ક્વોલિફાય થાય તો તેઓ 22મી સપ્ટેમ્બરે ફરી એક વખત ટકરાઈ શકે છે. આ પછી બન્ને ફાઇનલમાં આવે તો ત્રીજી વખત ટકરાઇ શકે છે.
એશિયા કપ 2025 સંપૂર્ણ કાર્યક્રમ (ગ્રુપ સ્ટેજ)
- 9 સપ્ટેમ્બર (મંગળવાર): અફઘાનિસ્તાન વિ હોંગકોંગ
- 10 સપ્ટેમ્બર (બુધવાર): ભારત વિ યૂએઈ
- 11 સપ્ટેમ્બર (ગુરુવાર): બાંગ્લાદેશ વિ હોંગકોંગ
- 12 સપ્ટેમ્બર (શુક્રવાર): પાકિસ્તાન વિ ઓમાન
- 13 સપ્ટેમ્બર (શનિવાર): બાંગ્લાદેશ વિ શ્રીલંકા
- 14 સપ્ટેમ્બર (રવિવાર): ભારત વિ પાકિસ્તાન
- 15 સપ્ટેમ્બર (સોમવાર): શ્રીલંકા વિ હોંગકોંગ
- 16 સપ્ટેમ્બર (મંગળવાર): બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન
- 17 સપ્ટેમ્બર (બુધવાર): પાકિસ્તાન વિ યુએઇ
- 18 સપ્ટેમ્બર (ગુરુવાર): શ્રીલંકા વિ અફઘાનિસ્તાન
- 19 સપ્ટેમ્બર (શુક્રવાર): ભારત વિ ઓમાન
Super 4 મેચનો કાર્યક્રમ
- 20 સપ્ટેમ્બર (શનિવાર): ગ્રુપ બી ક્વોલિફાયર 1 વિ ગ્રુપ બી ક્વોલિફાયર 2
- 21 સપ્ટેમ્બર (રવિવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 1 વિ ગ્રુપ એ ક્વોલિફાયર 2
- 23 સપ્ટેમ્બર (મંગળવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 1 વિ ગ્રુપ બી ક્વોલિફાયર
- 24 સપ્ટેમ્બર (બુધવાર): ગ્રુપ બી ક્વોલિફાયર 1 વિ ગ્રુપ એ ક્વોલિફાયર 2
- 25 સપ્ટેમ્બર (ગુરુવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 2 વિ ગ્રુપ બી ક્વોલિફાયર 2
- 26 સપ્ટેમ્બર (શુક્રવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 1 વિ ગ્રુપ બી ક્વોલિફાયર 1
- 28 સપ્ટેમ્બર (રવિવાર): ફાઇનલ મેચ
આ પણ વાંચો – જાણો કોણ છે પૃથ્વી શો ની રુમર્ડ ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલ?
એશિયા કપમાં 8 ટીમો
એશિયા કપમાં 8 ટીમો હશે. આ ટૂર્નામેન્ટમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત હોંગકોંગ, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન પણ ભાગ લેશે.
એશિયા કપ માટે ભારતની ટીમ
સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રિકુ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.