Sri vs AFG 11th T20I match, Sri Lanka vs Afghanistan Score Updates today : એશિયા કપ 2025માં ગુરુવારે શ્રીલંકા સામેની લીગ સ્ટેજ મેચમાં અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીએ એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. નબીએ અફઘાનિસ્તાનની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં શ્રીલંકાના સ્પિનર ડુનિથ વેલ્લાલેગ સામે ઓવરના પહેલા પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારી હતી જોકે તે અંતિમ બોલ પર બાઉન્ડ્રી ચૂકી ગયો. આ ઓવરમાં કુલ 32 રન બન્યા હતા.
મોહમ્મદ નબીના 22 બોલમાં 60 રન
મોહમ્મદ નબીએ 22 બોલમાં 3 ફોર અને 6 સિક્સર સાથે 60 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. મોહમ્મદ નબી પાસે યુવરાજ સિંહ અને કિરોન પોલાર્ડના એક ઓવરમાં છ સિક્સર ફટકારવાના રેકોર્ડની બરાબરી કરવાની તક હતી. નબીએ સતત પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારી હતી. નબી છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો.
શ્રીલંકાનો 4 વિકેટે વિજય
કુશલની મેન્ડિસના અણનમ 74 રનની મદદથી શ્રીલંકાએ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ સાથે જ અફઘાનિસ્તાનના અભિયાનનો અંત આવ્યો છે. ગ્રુપ-બી માં શ્રીલંકા અને બાંગ્લાદેશ સુપર-4માં ક્વોલિફાય થઇ ગયા છે.
અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબીએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન રાશિદ ખાન અને ઇબ્રાહિમ ઝાદરાને 24-24 રનની ઇનિંગ્સ રમી હતી. શ્રીલંકા તરફથી નુવાન તુષારાએ ચાર વિકેટ લીધી હતી.
આ પણ વાંચો – કોણ છે સિમરનજીત સિંહ? 3 વિકેટ ઝડપી પાકિસ્તાનને કમર તોડી, શુભમન ગિલ સાથે છે ખાસ કનેક્શન
અફઘાનિસ્તાને 19 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. આ પછી છેલ્લી ઓવરમાં ડુનિથ વેલ્લાલેગ બોલિંગ પર નબીએ 32 રન બનાવ્યા હતા. જેના કારણે અફઘાનિસ્તાનની ટીમે 169 રન બનાવવા સફળ રહી હતી.





