SL vs HK 8th T20I match, Sri Lanka vs Hong kong Score Updates today : પાથુમ નિશાંકાના 68 રન અને વાહિન્દુ હસરંગાના 9 બોલમાં આક્રમક 20 રનની મદદથી શ્રીલંકાએ એશિયા કપ 2025માં હોંગકોંગ સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. હોંગકોંગે 20 ઓવરમાં 4 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 18.5 ઓવરમાં 6 વિકેટે પડકાર મેળવી લીધો હતો. શ્રીલંકા બીજી જીત મેળવી સુપર 4 માં ક્વોલિફાય થઇ ગયું છે.
શ્રીલંકા ઇનિંગ્સ
-હસરંગાા 9 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 20 રન. દાનુષ શનાકાના અણનમ 6 રન.
-કામિન્દુ મેન્ડિસ 5 બોલમાં 5 રને યાસીમ મુર્તુઝાનો શિકાર બન્યો.
-ચરિથ અસલંકા 5 બોલમાં 2 રને કેચ આઉટ થયો.
-કુશલ પરેરા 16 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 20 રને યાસીમ મુર્તુઝાની ઓવરમાં એલબી થયો.
-પાથુમ નિશાંકાના 44 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 68 રન.
-શ્રીલંકાએ 13.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-કામિલ મિશારા 18 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 19 રને આઉટ.
-કુશલ મેન્ડિસ 14 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી આયુષ શૃુક્લાની ઓવરમાં કેચ આઉટ થયો.
હોંગકોંગ ઇનિંગ્સ
-શ્રીલંકા તરફથી ચમીરાએ 2 અને હસરંગા, શનાકાએ 1-1 વિકેટ ઝડપી.
-નિઝાકત ખાનના 38 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 52 રન. એઝાઝ ખાનના અણનમ 4 રન.
-નિઝાકત ખાને 36 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-યાસીમ મુર્તુઝા 4 બોલમાં 1 ફોર સાથે 5 રને આઉટ.
-અંશુમાન રથ 46 બોલમાં 4 ફોર સાથે 48 રન બનાવી ચમીરાની ઓવરમાં કેચ આઉટ થયો.
-હોંગકોંગે 13.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ઝીશાન અલી 17 બોલમાં 2 ફોર સાથે 23 રન બનાવી ચમીરાનો શિકાર બન્યો.
-શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
શ્રીલંકા : કુશલ મેન્ડિસ, પાથુમ નિશાંકા, કામિલ મિશારા, કુશલ પરેરા, ચરિથ અસલંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિન્દુ હસારંગા, મહેશ તિક્ષાણા, દુષ્મંથા ચમીરા, નુવાન તુષારા.
હોંગકોંગ : ઝીશાન અલી, બાબર હયાત, અંશુમાન રથ, નિઝાકત ખાન, શાહિદ વસીફ, કિંન્ચીત શાહ, યાસીમ મુર્તુઝા (કેપ્ટન), એઝાઝ ખાન, આયુષ શુક્લા, અતીક ઇકબાલ, એહસાન ખાન.





