એશિયા કપ 2025 : ટીમ ઇન્ડિયા પાસે ગોલ્ડન રેકોર્ડ બનાવવાની તક, આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ટીમ બની જશે

Asia Cup 2025 : એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમના અભિયાનની શરૂઆત 10 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત સામે થશે. ભારતીય ક્રિકેટ ટીમ પાસે એશિયા કપ 2025માં ઈતિહાસ રચવાની તક છે

Written by Ashish Goyal
August 29, 2025 21:34 IST
એશિયા કપ 2025 : ટીમ ઇન્ડિયા પાસે ગોલ્ડન રેકોર્ડ બનાવવાની તક, આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ટીમ બની જશે
ભારતીય ક્રિકેટ ટીમના અભિયાનની શરૂઆત 10 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત સામે થશે (એએનઆઈ ફાઈલ ફોટો)

Asia Cup 2025 : એશિયા કપ 2025 શરૂ થવામાં હવે બે સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. એશિયા કપની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થશે. ભારતીય ક્રિકેટ ટીમના અભિયાનની શરૂઆત 10 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત સામે થશે. ભારત એશિયા કપમાં ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે. છેલ્લી સિઝનમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. એશિયા કપની આ 17મી સિઝન છે. ભારતની નજર નવમી વખત ચેમ્પિયન બનવા તરફ છે.

ભારતીય ક્રિકેટ ટીમ પાસે ઈતિહાસ રચવાની તક

ભારતીય ક્રિકેટ ટીમ પાસે એશિયા કપ 2025માં ઈતિહાસ રચવાની તક છે. ભારતીય ટીમ સૌથી મજબૂત ટીમ છે. તેનું ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મ શાનદાર રહ્યું છે, જેમાં છેલ્લી 40 મેચમાંથી 35 જીત મળી છે. જોતે 28 સપ્ટેમ્બરે આ ચેમ્પિયમ બનશે તો તે એક એવી સિદ્ધિ હાંસલ કરી લેશે જે અત્યાર સુધી કોઈ ટીમે મેળવી નથી.

ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનશે તો ટી-20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં એશિયા કપની બે સિઝન જીતનારી પ્રથમ ટીમ બની શકે છે. એશિયા કપની અત્યાર સુધીમાં 16માંથી 14 એડિશન વન-ડે ફોર્મેટમાં રમાઈ છે. માત્ર 2016 અને 2022માં જ ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં આ ટૂર્નામેન્ટ રમાઇ છે. 2016માં ભારતે અને શ્રીલંકાએ 2022માં જીત્યો હતો. એમએસ ધોની અત્યાર સુધી બંને ફોર્મેટમાં એશિયા કપ જીતનારો એકમાત્ર કેપ્ટન છે. હવે ભારતને બે ટી-20 આંતરરાષ્ટ્રીય એશિયા કપ જીતવાની તક છે, જે પહેલી વખત થશે.

આ પણ વાંચો – એશિયા કપ 2025 નો કાર્યક્રમ, …તો ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાશે

2026ના ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારી

એશિયા કપ 2025નો પ્રારંભ 9મી સપ્ટેમ્બરથી થશે અને 2026માં ભારતની ભૂમિ પર યોજાનારા ટી-20 વર્લ્ડ કપની ભારતની તૈયારીનો પ્રારંભ થશે. એશિયા કપ 2025 બાદ ભારત 15 દ્વિપક્ષીય ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમશે, જેના કારણે તે આઇસીસીની ઈવેન્ટ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. ભારતે છેલ્લે 2023માં એશિયા કપ જીત્યો હતો, પણ તે વન ડે ફોર્મેટમાં હતો. ઓવરઓલ ભારતે અત્યાર સુધી રમાયેલી કુલ 16 સિઝનમાંથી 8માં વિજય મેળવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ