world cup 2023 : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ગુરુવારે કહ્યું કે યુવરાજ સિંહની નિવૃત્તિ પછી કોઈ પણ બેટ્સમેન ભારતીય વન-ડે ટીમમાં નંબર 4 પર સ્થાન બનાવવા સફળ રહ્યો નથી. વર્લ્ડ કપ પહેલા નંબર 4 ને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 50 ઓવરના વર્લ્ડ કપને આડે હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ભારત નંબર-4ના સ્થાન માટે યોગ્ય ખેલાડી શોધવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા ચોથા નંબરના સ્લોટથી પરેશાન હતી.
લાંબી ઈજા બાદ વાપસી કરી રહેલા શ્રેયસ ઐય્યરે અત્યાર સુધી નંબર 4 પર 20 મેચોમાં 47.35ની એવરેજથી બે સદી અને 5 અડધી સદી સાથે 805 રન બનાવ્યા છે. રોહિતે મુંબઈમાં લા લીગાની એક ઇવેન્ટદ રમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે જુઓ, નંબર 4 અમારા માટે લાંબા સમયથી એક મુદ્દો રહ્યો છે. યુવી (યુવરાજ સિંહ) પછી કોઇએ આવીને પોતાની જાતને સ્થાપિત કરી નથી. ‘
શ્રેયસ ઐય્યર ઈજાના કારણે પરેશાન
જોકે રોહિતેએ પણ સ્વીકાર્યું કે શ્રેયસ ઐય્યર લાંબા સમયથી નંબર 4 પર બેટિંગ કરી રહ્યો છે. તેણે સારું પ્રદર્શન કર્યું છે. તેના આંકડા ખરેખર સારા છે. દુર્ભાગ્યપણે ઈજાઓને કારણે તેને મુશ્કેલી થઈ છે. તે થોડા સમય માટે બહાર રહ્યો છે. ઇમાનદારીથી કહું તો છેલ્લા 4-5 વર્ષમાં આવું જ બન્યું છે. તેમાંથી ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમે હંમેશા એક પ્લેયર જોશો. તે આવી રહ્યા છે અને ત્યાં રમી રહ્યા છે. ભારતીય કેપ્ટને કહ્યું કે ખેલાડીઓની ઇજાઓએ ટીમને લાંબા સમયથી પ્રભાવિત કરી છે.
આ પણ વાંચો – આ તારીખથી ટિકિટોનું વેચાણ શરૂ થશે, ક્યારે ખરીદી શકશો ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ
છેલ્લા 4-5 વર્ષમાં ઇજાઓની ટકાવારી ઘણી વધી
રોહિત શર્માએ કહ્યું કે છેલ્લા 4-5 વર્ષમાં ઈજાની ટકાવારી ઘણી વધી છે. જ્યારે ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોય કે અનુપલબ્ધ હોય ત્યારે તમે જુદા-જુદા ખેલાડીઓ સાથે જુદી-જુદી વસ્તુઓ કરવાનો પ્રયાસ કરો છો. નંબર 4 વિશે મારે તે જ કહેવાનું છે. રોહિત શર્માએ કહ્યું કે પહેલા પણ જ્યારે હું કેપ્ટન ન હતો ત્યારે હું જોતો ન હતો? ઘણા બધા લોકો હતા જે અંદર આવ્યા અને બહાર ગયા. પરંતુ ઇજાઓએ તેમને દૂર રાખ્યા અથવા તે ઉપલબ્ધ ન હતા અથવા કોઈએ ફોર્મ ગુમાવ્યું હતું.
રોહિતને રાહુલ-ઐય્યરની વાપસીની રાહ
વિકેટકીપર ખેલાડી તરીકે નંબર 5 માટે કેએલ રાહુલ મનપસંદ વિકલ્પ છે. કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર બંને પાછા ફરી રહ્યા છે. રોહિત શર્માએ કહ્યું કે તેઓ રાહ જોશે અને જોશે કે આ બંને ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે.
વર્લ્ડ કપ માટે મારું પણ સ્થાન નક્કી નથી: રોહિત શર્મા
રોહિત શર્માએ કહ્યું કે હજુ સુધી કોઇની પસંદગી થઇ નથી, હું પણ નહીં. અમે ત્યાં છીએ જ્યાં કોઈના સ્થાનની ગેરન્ટી આપવામાં આવતી નથી. અમે એમ ન કહી શકીએ કે તમારી પસંદગી થઈ ગઈ છે અથવા તમે રમશો. એશિયા કપનું આયોજન વર્લ્ડ કપના થોડા સમય પહેલા જ થવાનું છે.
રોહિતે કહ્યું કે શ્રેયસ અને કેએલ ચાર મહિનાથી બિલકુલ રમ્યા નથી. મોટી ઈજા, બંનેની સર્જરી થઇ છે. મને ખબર છે, મારી પણ એક વાર સર્જરી થઈ હતી. તે પછી તમને કેવું લાગે છે તે ખૂબ જ મુશ્કેલ છે. આપણે એ જોવું પડશે કે તેઓ કેવી રીતે પ્રદર્શન કરે છે, તેઓ શું કરે છે.
રોહિત ઈચ્છે છે કે એશિયા કપમાં કેટલાક ભારતીયો દબાણની સ્થિતિમાં બેટિંગ કરે. તેણે કહ્યું કે અમે જીતવા માંગીએ છીએ, પરંતુ એવા ઘણા બધા પ્રશ્નો છે જેના જવાબ અમે ઇચ્છીએ છીએ. હું ઇચ્છું છું કે એશિયા કપમાં અમારા કેટલાક ખેલાડીઓ સારી ટીમો સામે દબાણની સ્થિતિમાં બેટિંગ કરે.





