Asia Cup Final : એશિયા કપમાં ભારતની જીત, બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ટ સ્ટાફને 42 લાખ રૂપિયા આપ્યા, જાણો કેમ

jay Shah Give 50,000 dollar to Colombo Premadasa Stadium Ground Staff : એશિયા કપ 2023 ફાઇનલ મેચમાં શ્રીલંકા સામે ભારતનો જ્વલંત વિજય થયો છે. આ દરમિયાન બીસીસીઆઈના સચિવ જય શાહે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને 50,000 યુએસ ડોલર ઇનામ આપવાની ઘોષણા કરી છે

Written by Ajay Saroya
September 17, 2023 18:44 IST
Asia Cup Final : એશિયા કપમાં ભારતની જીત, બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ટ સ્ટાફને 42 લાખ રૂપિયા આપ્યા, જાણો કેમ
જય શાહે પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને 42 લાખ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. (ફોટો - ટ્વિટર)

jay Shah Give 50,000 dollar to Colombo Premadasa Stadium Ground Staff : એશિયા કપર 2023ની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ સામે જ્વલંત વિજય થયો છે. મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાની ટીમ ઘૂંટણીયે આવી ગઇ અને શ્રીલંકાની સંપૂર્ણ ટીમ 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયાની આ જ્વલંત જીત દરમિયાન બીસીસીઆઈના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને 50,000 યુએસ ડોલર આપ્યા છે. જો ભારતીય ચલણમાં ગણતરીયે કરીયે તો આ રકમ અધધધ… 42 લાખ રૂપિયા જેટલી થાય છે.

એશિયા કપ 2023ની ફાઇનલ મેચ 40 મિનિટ મોડી શરૂ થઈ

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે આ ઈનામની રકમ ગ્રાઉન્ડ સ્ટાફને તેમની કામગીરી માટે આપી છે. હકીકતમાં, એશિયા કપ 2023 દરમિયાન કોલંબોમાં વરસાદ પડી રહ્યો હતો અને ગ્રાઉન્ડ સ્ટાફે મેદાન તૈયાર કરવામાં પ્રશંસનીય કામગીરી કરી હતી. ફાઈનલ મેચમાં પણ ટોસ બાદ વરસાદ પડ્યો હતો, પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફની મદદથી ગ્રાઉન્ડ ઝડપથી તૈયાર કરવામાં આવ્યું હતું. જો કે, તમે છતાં મેચ હજુ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી.

જય શાહે પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફની પ્રશંસા કરી

જય શાહે પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફની કામગીરીની પણ પ્રશંસા કરી છે. તેમણે એક ટ્વીટ પોસ્ટ કરતા કહ્યું કે, “ક્રિકેટના ગુમનામ નાયકોને મોટી સલામી! એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને શ્રીલંકા ક્રિકેટ (SLC)ને કોલંબો અને કેન્ડીમાં સમર્પિત ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડસમેનની માટે 50,000 ડોલરનું સુયોગ્ય પુરસ્કાર ઇનામ રાશિની ઘોષણા કરવામાં ગર્વ થઇ રહ્યો છે.”

જય શાહે ટ્વીટમાં આગળ લખ્યું છે- “તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને સખત મહેનતે એશિયા કપ 2023ને એક અવિસ્મરણીય મેચ બનાવી છે. પીચની શ્રેષ્ઠતાથી લઈને લીલાછમ આઉટફિલ્ડ સુધી, તેઓએ ખાતરી કરી, આકર્ષક ક્રિકેટ જોવા મળે.”

આ પણ વાંચો | મોહમ્મદ સિરાજ એશિયા કપ ફાઇનલમાં 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો, એક જ ઓવરમાં શ્રીલંકાના 4 બેટ્સમેન આઉટ

એશિયા કપમાં ભારત આઠમી વખત ચેમ્પિયન

મોહમ્મદ સિરાજ (6 વિકેટ) અને હાર્દિક પંડ્યાના (3 વિકેટ)ના તરખાટની મદદથી એશિયા કપમાં ભારત ચેમ્પિયન બન્યું છે. ભારતે શ્રીલંકા સામે 10 વિકેટે વિજય મેળવ્યો છે. શ્રીલંકા 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ થઇ ગયુ હતું. જવાબમાં ભારતે 6.1 ઓવરમાં વિના વિકેટે 51 રન બનાવી લીધા હતા. એટલે કે ફક્ત 37 બોલમાં જીત મેળવી લીધી હતી. એશિયા કપમાં ભારત સૌથી વધારે 8 વખત ચેમ્પિયન બન્યું છે. આ પહેલા ભારત છેલ્લે 2018માં આ ટૂર્નામેન્ટમાં વિજેતા બન્યું હતું. શ્રીલંકા 6 વખત ટૂર્નામેન્ટ જીત્યું છે. પાકિસ્તાન 2 વખત ચેમ્પિયન બન્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ